Saturday, 19 September 2020

                                                                                                                                                                              

શ્રીમતિ કોકિલાબેન મિસ્ત્રી


 જૈનાચાર્ય  પ. પૂ. રાજ્ય સૂરીશ્વરજી મ.સા. ની 75 મી જન્મ જયંતિ વર્ષ ("અહિંસા અમૃત વર્ષ")ની ઉજવણી અંતર્ગત ગુજરાતીમાં "અહિંસા" નિબંધ સ્પર્ધાનું  આયોજન" અખિલ ભારતીય અહિંસા અમૃત વર્ષ સમિતિ "દ્વારા કરવામાં આવ્યું હતું .આ નિબંધ સ્પર્ધામાં સમસ્ત ભારતમાંથી સર્વ ધર્મના(1500) પંદરસો થી વધુ ભાવિકો અને શાળા- કોલેજના (500) પાંચસો કરતા વધુ વિદ્યાર્થી ભાઈ -બહેનોએ પણ ભાગ લીધો હતો, આ સ્પર્ધામાં એક લાખથી વધુ ઈનામી રાશિની ફાળવણી કરવામાં આવી હતી, સમસ્ત ભારતમાંથી આ નિબંધ સ્પર્ધામાં સમસ્ત ભારતમાંથી કુલ 108 વિજેતા સ્પર્ધકો જાહેર કરવામાં આવ્યા. જેમાં નવસારી, શેઠ આર.જે.જે હાઇસ્કૂલના મ. શિક્ષિકા શ્રીમતી કોકિલા મિસ્ત્રીના નિબંધની પસંદગી કરવામાં આવી, અને તે નિબંધ રોકડ પુરસ્કારની કેટેગરીમાં સ્થાન પામ્યો છે, શ્રીમતી કોકિલા મિસ્ત્રીને  આ સિધ્ધિ પ્રાપ્ત કરવા બદલ શાળા મેનેજમેન્ટ,  શાળાના આચાર્યશ્રી, અને સમગ્ર શાળા પરિવારે તેમને અભિનંદન પાઠવ્યા છે.