Tuesday, 1 August 2023

તાલુકા કક્ષાએ યુવા ઉત્સવમાં શેઠ આર.જે.જે. હાઇસ્કૂલનાં વિદ્યાર્થીઓની સિધ્ધિ

 તાલુકા કક્ષાએ યુવા ઉત્સવમાં 

શેઠ આર.જે.જે. હાઇસ્કૂલનાં વિદ્યાર્થીઓની સિધ્ધિ


       જિલ્લા વિકાસ અધિકારી, અને જિલ્લા રમતગમત કચેરી આયોજિત, નવસારી તાલુકા યુવા ઉત્સવ તારીખ 1/8/'23 ને મંગળવારે મદ્રેસા હાઈસ્કૂલમાં યોજાયા હતો. જેમાં નવસારી અને જલાલપોર તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શેઠ આર.જે.જે. હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલ કલા- કૌશલ્યનું પ્રદર્શન સાથે, તાલુકા કક્ષાએ અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી, શાળાને ગૌરવ અપાવનાર વિદ્યાર્થીઓ... સર્જનાત્મક કામગીરી :: (ખુલ્લો વિભાગ) ટંડેલ.વંશ.એ. પ્રથમ ક્રમ.

 લોક વાર્તા :: (ખુલ્લો વિભાગ) મકવાણા ધ્રુવી.એ. દ્વિતીય ક્રમ.

 નિબંધ સ્પર્ધા : (અ-વિભાગ) પ્રજાપતિ.પ્રિય.આઈ. દ્વિતીય ક્રમ.

 ચિત્રકલા :: (અ વિભાગ) મિસ્ત્રી ધાર્મિ.જી. તૃતીયકમ. 

       આ તમામ વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિ બદલ, શાળાનાં આચાર્યશ્રી, શાળા મેનેજમેન્ટ અને શાળાનાં તમામ શિક્ષક મિત્રોએ, વિદ્યાર્થીઓ અને તેમને વિવિધ સ્પર્ધાની તૈયારી કરાવનાર બહેનોને અભિનંદન સાથે, હવે પછીની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી છે.