સ્વચ્છતા જાગૃતિ માટે સાયકલ રેલી :
તારીખ 19/12/23
ને મંગળવારના રોજ સ્વચ્છતા જાગૃતિના ભાગરૂપે
વિદ્યાર્થીઓ સાથે સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. સાયકલ રેલીનો પ્રારંભ
શાળાના આચાર્યશ્રી દ્વારા કરાવવામાં આવ્યો હતો. સાયકલ રેલી વિદ્યાર્થીઓએ
સ્વચ્છતાના સૂત્રોના પ્લેકાડૅ સાથે રેલી દરમિયાન સૂત્રોચાર કરીને સ્વચ્છતા અંગે
લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો . સાયકલ રેલીની શરૂઆત અમારી શાળા શેઠ
આર .જે .જે .હાઇસ્કુલથી બસ ડેપોથી સર્કિટ હાઉસથી સિંધી કેમ્પરોડ , દરગાહ રોડ , પ્રજાપતિ
આશ્રમથી લાઇબ્રેરી થઈ પાંચ હાટડીના શાક માર્કેટના વિસ્તારમાંથી પસાર થઈ શાળાએ
રેલીની પૂર્ણાહુતિ થઈ .