🪷 *આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી.🪷*
તા. 17 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે D.E.O. મેડમશ્રીનાં આદેશાનુસાર, શાળામાં ધો.9 થી ધો.12 નાં વિધાર્થીઓ માટે નિબંધ, ચિત્રકામ,અને વકતૃત્વ સ્પર્ધાની સાથે શાળામાં આં.રા. યોગ દિનની તૈયારી રૂપે ઉજવણી કરવામાં આવી. જેમાં નવસારીનાં યોગ નિષ્ણાંત ધરતીબેન દેસાઈ અને તેમની શિષ્યા- શાળાની વિધાર્થિની ત્રિશા ઠાકોર ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનાં પ્રારંભમાં, શાળાનાં શિક્ષકશ્રી સાયરસ સરે તેમને શાબ્દિક શબ્દોથી આવકાર્યા, ત્યારબાદ માનનીય આચાર્યશ્રી અમીશ મહેતાએ "ભારતીય સંસ્કૃતિમાં યોગનું મહત્વ" વિષય પર મનનીય પ્રવચન આપ્યું. ત્યારબાદ ધરતીબેન દેસાઈ અને શાળાની વિદ્યાર્થીની કુ.ત્રિશા. ઠાકોર દ્વારા યોગ નિદર્શન કરાવવામાં આવ્યું. લોકોમાં યોગ પ્રત્યેની જાગૃતિ વધે તે અંગે ધરતીબેન દેસાઈએ યોગનો ઉદભવ કયારે, કોના દ્વારા, કેવી રીતે કરાવવામાં આવ્યો, તેમજ તેની આવશ્યકતા અંગે સંપૂર્ણ ચિતાર આપવામાં આવ્યો. અંતે વિદ્યાર્થીઓને પણ જુદા જુદા આસનો દ્વારા, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે કેવી રીતે યોગ કરવા જોઈએ. તે અંગેનાં સૂચનો કરવામાં આવ્યા. કાર્યક્રમની સમાપન વિધિ કોકિલા મિસ્ત્રી દ્વારા કરવામાં આવી.