Sunday, 11 June 2023

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત "યુવા શાંતિ માર્ચ" કાર્યક્રમ 11-06-2023








 પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત "યુવા શાંતિ માર્ચ" કાર્યક્રમમાં આપણી શાળાના ધોરણ 11 કોમર્સ ના વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષિકા શ્રીમતી રેખાબેન પટેલે તારીખ 11/6/ 2023 ને રવિવારના રોજ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન વખતે સવારે 6:00 વાગે પાણીની બોટલ અને બિસ્કીટ સાથેની બેગ આપવામાં આવેલ હતી.

              કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી તેમજ દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ સેવા કેન્દ્રની બ્રહ્માકુમારી બહેન દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી પ્રવચન આપવામાં આવ્યું હતું, અને એક બહેન દ્વારા સ્વાગત નૃત્ય કરવામાં આવેલ હતું ત્યારબાદ 6:50 કલાકે "પીસ વાક"ની શરૂઆત કળશ સાથે કરવામાં આવેલ હતી. "પીસ વોક" ની શરૂઆત લુન્સીકુઈ મેદાનથી જૂના થાણા થઈને શાંતાદેવી રોડ થી સ્ટેશન થઈને સાંઢકૂવાથી આશાપુરી મંદિર થઈને ટેકનિકલ સ્કૂલ થી લુન્સીકુઈ 8:45 કલાકે પરત આવી વોકની પુર્ણાહુતિ થઈ હતી. 

         "પીસ વોક" પૂર્ણ થયા બાદ સેવા કેન્દ્રની બ્રહ્માકુમારી બહેનો દ્વારા વોકમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને પ્રમાણપત્ર આપવામાં આવેલ હતા, ત્યારબાદ બ્રહ્માકુમારી બહેન દ્વારા આભાર વિધિ કરીને સૌ અલ્પાહાર લઈને છુટા પડ્યા હતા.