ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી,જૂનિયર રેડક્રોસ દ્વારા આયોજિત વિશ્વ રક્તદાતા સન્માન દિવસ તથા માનવ રક્તજૂથની શોધ કરનાર ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક તરીકે ઓળખાતા કાલ લેન્ડ સ્ટેઈનરની જન્મ જયંતિ તારીખ 14 જૂનના રોજ ઉજવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી અમિતમહેતા તથ શિક્ષિકા સજી જોય ના માર્ગદર્શન હેઠળ 11 કોમર્સના 30 વિદ્યાર્થીઓ દ્વારા પેમ્પલેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પેમ્પલેટ વિતરણ કરતી વખતે લોકોને રક્તદાનનું મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વર્ષા રોગા ઉપસ્થિત રહ્યા હતા. બાળકોએ રક્તદાન અનુરૂપ નારા બોલાવીને રસ્તાને ગુંજતો કર્યો હતો.