Saturday 17 June 2023

તા. 17 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીની ઉજવણી નિમિત્તે

🪷 *આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી.🪷* 
    તા. 17 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે D.E.O. મેડમશ્રીનાં આદેશાનુસાર, શાળામાં ધો.9 થી ધો.12 નાં વિધાર્થીઓ માટે નિબંધ, ચિત્રકામ,અને વકતૃત્વ સ્પર્ધાની સાથે શાળામાં આં.રા. યોગ દિનની તૈયારી રૂપે ઉજવણી કરવામાં આવી. જેમાં નવસારીનાં યોગ નિષ્ણાંત ધરતીબેન દેસાઈ અને તેમની શિષ્યા- શાળાની વિધાર્થિની ત્રિશા ઠાકોર ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનાં પ્રારંભમાં, શાળાનાં શિક્ષકશ્રી સાયરસ સરે તેમને શાબ્દિક શબ્દોથી આવકાર્યા, ત્યારબાદ માનનીય આચાર્યશ્રી અમીશ મહેતાએ  "ભારતીય સંસ્કૃતિમાં યોગનું મહત્વ" વિષય પર મનનીય પ્રવચન આપ્યું. ત્યારબાદ  ધરતીબેન દેસાઈ અને શાળાની વિદ્યાર્થીની કુ.ત્રિશા. ઠાકોર દ્વારા યોગ નિદર્શન કરાવવામાં આવ્યું. લોકોમાં યોગ પ્રત્યેની જાગૃતિ વધે તે અંગે ધરતીબેન દેસાઈએ યોગનો ઉદભવ કયારે, કોના દ્વારા, કેવી રીતે કરાવવામાં આવ્યો, તેમજ તેની આવશ્યકતા અંગે સંપૂર્ણ ચિતાર આપવામાં આવ્યો. અંતે વિદ્યાર્થીઓને પણ જુદા જુદા આસનો દ્વારા, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે કેવી રીતે યોગ કરવા જોઈએ. તે અંગેનાં સૂચનો કરવામાં આવ્યા. કાર્યક્રમની સમાપન વિધિ કોકિલા મિસ્ત્રી દ્વારા કરવામાં આવી.

Wednesday 14 June 2023

વિશ્વ રક્તદાતા સન્માન દિવસ (14-06-2023)

 








ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી,જૂનિયર રેડક્રોસ દ્વારા આયોજિત વિશ્વ રક્તદાતા સન્માન દિવસ તથા માનવ રક્તજૂથની શોધ કરનાર ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક તરીકે ઓળખાતા કાલ લેન્ડ સ્ટેઈનરની જન્મ જયંતિ તારીખ 14 જૂનના રોજ ઉજવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી અમિતમહેતા તથ શિક્ષિકા સજી જોય ના માર્ગદર્શન હેઠળ 11 કોમર્સના 30 વિદ્યાર્થીઓ દ્વારા પેમ્પલેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પેમ્પલેટ વિતરણ કરતી વખતે લોકોને રક્તદાનનું મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં   જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વર્ષા રોગા ઉપસ્થિત રહ્યા હતા. બાળકોએ રક્તદાન અનુરૂપ નારા બોલાવીને રસ્તાને ગુંજતો કર્યો હતો.

Tuesday 13 June 2023

JCI નવસારી દ્વારા, માસિક ધર્મ સમસ્યા અને જાગૃતતા અભિયાન અંગેનો સેમિનર 13/ 6 /23 ને મંગળવાર









 માસિક ધર્મ સમસ્યા અને જાગૃતતા અભિયાન અંતર્ગત તારીખ 13/ 6 /23 ને મંગળવારના રોજ JCI નવસારી દ્વારા, માસિક ધર્મ જાગૃતતા અંગેનું સેસન યોજવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી અમીશ મહેતા દ્વારા મુખ્ય મહેમાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓને આ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યા હતા. શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની હર્ષા ઘોઘારી અને ડોક્ટર પ્રિયંકા મુલતાનીના  માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓ અને વાલીશ્રીઓના મૂંઝવતા પ્રશ્નોનોનુ નિરાકરણ કરવામાં આવ્યું. વિદ્યાર્થીનીઓ અને વાલીશ્રીઓને આ કાર્યક્રમ દ્વારા જીવનઉપયોગી વિશેષ જાણકારી પ્રાપ્ત થતા સમગ્ર કાર્યક્રમના સંચાલકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.અને શાળાના શિક્ષિકા બેન શ્રીમતી હીના શર્મા  દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું.

Sunday 11 June 2023

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત "યુવા શાંતિ માર્ચ" કાર્યક્રમ 11-06-2023








 પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત "યુવા શાંતિ માર્ચ" કાર્યક્રમમાં આપણી શાળાના ધોરણ 11 કોમર્સ ના વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષિકા શ્રીમતી રેખાબેન પટેલે તારીખ 11/6/ 2023 ને રવિવારના રોજ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન વખતે સવારે 6:00 વાગે પાણીની બોટલ અને બિસ્કીટ સાથેની બેગ આપવામાં આવેલ હતી.

              કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી તેમજ દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ સેવા કેન્દ્રની બ્રહ્માકુમારી બહેન દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી પ્રવચન આપવામાં આવ્યું હતું, અને એક બહેન દ્વારા સ્વાગત નૃત્ય કરવામાં આવેલ હતું ત્યારબાદ 6:50 કલાકે "પીસ વાક"ની શરૂઆત કળશ સાથે કરવામાં આવેલ હતી. "પીસ વોક" ની શરૂઆત લુન્સીકુઈ મેદાનથી જૂના થાણા થઈને શાંતાદેવી રોડ થી સ્ટેશન થઈને સાંઢકૂવાથી આશાપુરી મંદિર થઈને ટેકનિકલ સ્કૂલ થી લુન્સીકુઈ 8:45 કલાકે પરત આવી વોકની પુર્ણાહુતિ થઈ હતી. 

         "પીસ વોક" પૂર્ણ થયા બાદ સેવા કેન્દ્રની બ્રહ્માકુમારી બહેનો દ્વારા વોકમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને પ્રમાણપત્ર આપવામાં આવેલ હતા, ત્યારબાદ બ્રહ્માકુમારી બહેન દ્વારા આભાર વિધિ કરીને સૌ અલ્પાહાર લઈને છુટા પડ્યા હતા.

Monday 5 June 2023

5 જૂન, 2023 વૃક્ષારોપણ દિનની ઉજવણી






 5 જૂન, 2023 નો દિન સમગ્ર વિશ્વમાં વૃક્ષારોપણ દિન તરીકે ઉજવાય છે. આ અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના આદેશાનુસાર શાળામાં વૃક્ષારોપણ દિનની ઉજવણી શાળાના માનનીય આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ શાળાના કેમ્પસમાં યોજવામાં આવ્યો હતો.પર્યાવરણની જાળવણીમાં વૃક્ષોનું મહત્વ વિશે વિદ્યાર્થીઓને આચાર્યશ્રી દ્વારા સમજ આપવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને શાળાના સેવક ભાઈઓની મદદથી પર્યાવરણ જાળવણીમાં ઉપયોગી અને આર્યુવેદની દ્રષ્ટિએ મહત્વના એવા અર્જુનસાદડ, બીલી,પારિજાત અશોકા, લીમડો વગેરે જેવા રોપાઓ રોપી વૃક્ષારોપણ કાર્યક્રમ સંપન્ન કરાયો. આ રોપાઓ આચાર્યશ્રી તેમજ શિક્ષકમિત્રો, વિદ્યાર્થીઓ અને સેવક ભાઈઓના સહયોગથી રોપવામાં આવ્યા હતા.