Wednesday, 2 August 2023

🪷 કોફી વિથ કલેકટર 🪷

 🪷 કોફી વિથ કલેકટર 🪷



     નવસારી, રમતગમત અને સાંસ્કૃતિક વિભાગની કચેરી, આયોજિત " કોફી વિથ કલેકટર" કાર્યક્રમ તા. 2/8/'23 ને બુધવારે, નવસારી જિલ્લા પંચાયતના સભાખંડમાં સવારે 11:00 કલાકે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળામાં ધો.9 &10  માં ભણતી બે દીકરીઓને, IAS અધિકારી સાહેબશ્રી ઓમકાર શિંદે, અને D.D.O મેડમશ્રી  અરવિંદા મહીસાગર, સાથેની મિટિંગમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહેવાની તક પ્રાપ્ત થઈ હતી. આ બંને દીકરીઓએ મેળવેલ વિશિષ્ટ સિદ્ધિ માટે  શાળાનાં આચાર્યશ્રી અમીશ મહેતા તેમજ શાળા પરિવાર ગર્વની લાગણી અનુભવે છે. આ દીકરીઓએ મેળવેલ સિદ્ધિઓ આ પ્રમાણે હતી....

 🔹 ધો.9- રાઠોડ મિઝલ. એસ. મોલધરા પ્રાથમિક શાળામાં, ધોરણ - 8 ની વાર્ષિક પરીક્ષામાં તાલુકા કક્ષાએ મેરીટમાં તૃતીય નંબર પ્રાપ્ત કરેલ છે.

🌷 મોલધરા પ્રાથમિક શાળામાં ધો. 8 માં આપેલ ' નેશનલ મીન્સ કમ મેરીટ  સ્કોલરશીપ'  (NMMS) પરીક્ષામાં મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે.

🌷 મોલધરા પ્રાથમિક શાળામાં ક્વિઝમાં શાળા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે.

 

🔹 ધો.10  ખુશ્બુ.એન. મિસ્ત્રી.  રાજ્ય કક્ષાએ " કલા મહાકુંભ" સ્પર્ધામાં નિબંધ લેખનમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે.

🌷 " ગુજરાત વિજ્ઞાન સંમેલન (GVS) " અમદાવાદ, આયોજિત સાયન્સ સીટી ખાતે યોજાયેલ નિબંધ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે. 

🌷 સેકન્ડરી સ્કોલરશીપ એજ્યુકેશન ( SSE) એક્ઝામમાં મેરીટમાં ચોથો ક્રમ પ્રાપ્ત કરેલ છે. 

     શાળાની આ બંને દીકરીઓએ મેળવેલ વિશિષ્ટ સિદ્ધિ બદલ, એમને નવસારી જિલ્લાનાં મહાનુભાવો સાથે પ્રત્યક્ષ મૌખિક ચર્ચા- વિચારણા કરવાની તક પ્રાપ્ત થઈ હતી.


Tuesday, 1 August 2023

તાલુકા કક્ષાએ યુવા ઉત્સવમાં શેઠ આર.જે.જે. હાઇસ્કૂલનાં વિદ્યાર્થીઓની સિધ્ધિ

 તાલુકા કક્ષાએ યુવા ઉત્સવમાં 

શેઠ આર.જે.જે. હાઇસ્કૂલનાં વિદ્યાર્થીઓની સિધ્ધિ


       જિલ્લા વિકાસ અધિકારી, અને જિલ્લા રમતગમત કચેરી આયોજિત, નવસારી તાલુકા યુવા ઉત્સવ તારીખ 1/8/'23 ને મંગળવારે મદ્રેસા હાઈસ્કૂલમાં યોજાયા હતો. જેમાં નવસારી અને જલાલપોર તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શેઠ આર.જે.જે. હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલ કલા- કૌશલ્યનું પ્રદર્શન સાથે, તાલુકા કક્ષાએ અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી, શાળાને ગૌરવ અપાવનાર વિદ્યાર્થીઓ... સર્જનાત્મક કામગીરી :: (ખુલ્લો વિભાગ) ટંડેલ.વંશ.એ. પ્રથમ ક્રમ.

 લોક વાર્તા :: (ખુલ્લો વિભાગ) મકવાણા ધ્રુવી.એ. દ્વિતીય ક્રમ.

 નિબંધ સ્પર્ધા : (અ-વિભાગ) પ્રજાપતિ.પ્રિય.આઈ. દ્વિતીય ક્રમ.

 ચિત્રકલા :: (અ વિભાગ) મિસ્ત્રી ધાર્મિ.જી. તૃતીયકમ. 

       આ તમામ વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિ બદલ, શાળાનાં આચાર્યશ્રી, શાળા મેનેજમેન્ટ અને શાળાનાં તમામ શિક્ષક મિત્રોએ, વિદ્યાર્થીઓ અને તેમને વિવિધ સ્પર્ધાની તૈયારી કરાવનાર બહેનોને અભિનંદન સાથે, હવે પછીની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી છે.