શેઠ આર.જે.જે હાઈસ્કૂલ, નવસારીની અનેરી
સિદ્ધિ:
શ્રી રામચંદ્ર મિશન, યુનાઇટેડ નેશન્સ ઇન્ફર્મેશન સેન્ટર ફોર ઇન્ડિયા એન્ડ ભૂતાન, 'હાર્ટફૂલનેસ એજ્યુકેશન ટ્રસ્ટ' આયોજિત નિબંધ લેખન સ્પર્ધા વિભાગ-1 (ધો. ૯ થી ૧૨) ના વિદ્યાર્થીઓ માટે Heartfulness essay event 2020-21 નિબંધ લેખન સ્પર્ધાનો વિષય:- “વૈચારિક પ્રદૂષણ: બધી બીમારીઓનું મૂળ”. આ સ્પર્ધા કોરોનાકાળ દરમ્યાન ઓક્ટોબર માસમાં યોજાઈ હતી, જેમાં શાળાના કુલ 52 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતી, પટેલ અનેરી.એચ. અને ધોરણ 12 માં અભ્યાસ કરતી પરમાર આર્ચી. આર સમગ્ર ગુજરાત રાજ્યમાં અનુક્રમે ત્રીજો અને આઠમો ક્રમ પ્રાપ્ત કરે છે, જે સમગ્ર શાળા પરિવાર માટે ખૂબ જ ગૌરવપ્રદ બાબત છે. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડનાર શિક્ષિકા શ્રીમતી કોકિલા મિસ્ત્રી અને શ્રીમતી હીના શર્મા. તેમજ આ નિબંધોને PDF ફાઈલમાં સ્કેન કરી વેબસાઈટ પર અપલોડ કરી આપનાર શાળાના શિક્ષક શ્રી સાયરસ વાંદરીવાલા તેમજ આ બંને વિદ્યાર્થિનીઓને શાળાના આચાર્યશ્રી અમીષ મહેતા, શાળા મેનેજમેન્ટ અને શાળા પરિવાર હાર્દિક અભિનંદન પાઠવે છે.
No comments:
Post a Comment