તા. 11/12/'23 સોમવાર.
મા. શિ.સંઘ આયોજિત દેશભકિત ગાન ,નિબંધસ્પર્ધા
નવસારી શહેર માધ્યમિક
શિક્ષક સંઘ આયોજિત દેશભકિત ગાન, અને
ચિત્રકામ સ્પર્ધા, નવસારી નગર પાલિકા હાઈસ્કૂલમાં તા.11/12/'23 ને સોમવારે, 10:30 કલાકે યોજાઇ હતી. આ સ્પર્ધામાં નવસારી શહેરની આઠ જેટલી સ્કૂલનાં
વિધાર્થીઓએ ઉપરોકત સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં શેઠ.આર.જે.જે. હાઈસ્કૂલની ધોરણ
-9 માં ભણતી, શર્મા
યશ્વી રજનીકાંતે નવસારી શહેરનાં અન્ય
સ્પર્ધકોને પાછળ રાખી દેશભકિત ગાન સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી
શાળાને, અને પોતે
અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે. આ સાથે વિજેતા
વિધાર્થિનીને ઈનામ પણ પ્રાપ્ત થયું હતું.આજ સ્પર્ધામાં ધોરણ-10 ની વિધાર્થિની કંસારા આસ્થા તેજસભાઈએ ચિત્રકામ
સ્પર્ધામાં ભાગ લીધો હતો,
પણ તેને વિજેતા બનવાનું સદ્ ભાગ્ય પ્રાપ્ત થયું
ન હતું. આ સ્પર્ધામાં શાળાનાં ઉ.મા.વિ. શિક્ષકશ્રી ઉદયભાઈ આ બન્ને વિધાર્થિની ઓ, સાથે સ્પર્ધાનાં અંત સુધી સાથે રહી સહકાર આપ્યો હતો.
No comments:
Post a Comment