🌷 નવસારીની શેઠ આર.જે.જે. હાઈ. (TST) પ્રખરતા શોધ કસોટીમાં ઝળકી .🌷
માં, શેઠ આર.જે.જે.હાઈસ્કૂલ, નવસારી.નાં વિદ્યાર્થીઓએ પ્રતિનિધિત્વ કરી શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.પ્રખરતા શોધ કસોટી (TST) માં રાજ્યનાં મેરીટમાં સ્થાન મેળવનાર 1000 વિદ્યાર્થીઓના લીસ્ટમાં, શાળાના ચાર વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ રેન્કિંગ સાથે પોતાનું અને શાળાનું નામ રોશન કરી, શાળાની યશકલગીમાં એક નવું પીંછું ઉમેરી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. આ વિદ્યાર્થીઓએ રાજ્યની સાથે નવસારી જિલ્લામાં વિશિષ્ટ સિધ્ધિ મેળવી છે. શાળાને ગૌરવ અપાવનાર વિદ્યાર્થીઓ આ પ્રમાણે છે... (1) કાપડિયા ઈશાન.કે. (પર્સન્ટ રેન્ક 99.73)( 2) સોની માધવ. એચ.(પર્સન્ટ રેન્ક 99.13) (3) શેલડિયા હેત. એચ.( પર્સન્ટ રેન્ક 99.03)(4) ગોસ્વામી હાર્દિ.એસ (પર્સન્ટ રેન્ક 98.40)
આ તમામ વિદ્યાર્થીઓને, આદરણીય આચાર્યશ્રી, શાળા મેનેજમેન્ટ અને શાળા પરિવાર શુભાષિશ પાઠવે છે. આ તમામ વિદ્યાર્થીઓને મા.શિ.બોર્ડની માર્કશીટ, ડિમાન્ડ ડ્રાફ્ટ,અને સર્ટિફિકેટ હવે પછીથી પ્રાપ્ત થશે.
No comments:
Post a Comment