Friday, 12 May 2023

STEM QUIZ, (The journey of a new Generation) માં શેઠ આર.જે.જે. હાઇસ્કૂલે, (ગુજ. મીડી.),મેળવેલ અનેરી સિદ્ધિ. (12-05-2023)

 


STEM QUIZ, (The  journey of a new  Generation) માં શેઠ આર.જે.જે. હાઇસ્કૂલે, (ગુજ. મીડી.),મેળવેલ અનેરી સિદ્ધિ. 

       ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આયોજિત STEM QUIZ- 2.0 ઓફલાઈન સ્પર્ધા, સાયન્સ સીટી, અમદાવાદ મુકામે તા. 12/5/'23 ને શુક્રવારે યોજાઇ હતી. આ સ્ટેમ ક્વિઝ સ્પર્ધામાં નવસારી તાલુકાની જુદી જુદી સ્કૂલોનાં વિધાર્થીઓને સાયન્સ સીટી ,અમદાવાદ. આવવા-જવાની સગવડ,એ જિલ્લા સામુદાયિક વિજ્ઞાન કેન્દ્ર, નવસારીએ સેવા પૂરી પાડી હતી.                                          

નવસારી, શેઠ.આર. જે.જે. હાઈસ્કૂલ,  STEM QUIZ 2.0 તાલુકા લેવલે સિલેક્ટ  થયેલ શાળાનાં વિદ્યાર્થીઓ આ પ્રમાણે હતા. 

(1) વંશિકા નરેન્દ્ર ટેલર. 11. Sci 

(2) ઉન્નતિ ધવલકુમાર સોલંકી.10.A 

(3) શ્રેયા જયેશકુમાર ગજ્જર. 9-A.

(4) સૈયદ મશિરા સોયેબઅલી.12 Sci.

(5)  ગોસ્વામી વિદ્યા ભાવેશગીરી. 9-A. 

          જેમાંથી ઉચ્ચ.માધ્ય.  વિભાગની બે વિધાર્થિનીઓ અનિવાર્ય સંજોગોને કારણે આ ઓફલાઇન સ્ટેમ 2.0 ક્વિઝમાં ઉપસ્થિત રહી ન હતી. માધ્યમિક વિભાગની ત્રણ દીકરીઓ  વાલીશ્રીનાં સહકાર થકી  ક્વીઝમાં ઉપસ્થિત થઇ, આ ત્રણે દીકરીઓમાં 

(1) ગજ્જર શ્રેયા.જે. તાલુકામાં પ્રથમ ક્રમ, (ઈનામ- સેમસંગ કંપનીનું ટેબલેટ, સર્ટિફિકેટ)

(2)ગોસ્વામી વિદ્યા.બી. તાલુકામાં ચતુર્થ ક્રમ,(ઈનામ-બાયોસ્કોપ,સર્ટિફિકેટ)

(3)સોલંકી ઉન્નતિ.ડી. તાલુકામાં છઠ્ઠા ક્રમે,(ઈનામ-ડ્રોન કેમેરા, સર્ટિફિકેટ) -

      -સાથે  વિજેતા થતાં, તેમણે, પોતાનાં પરિવાર, શાળા, અને નવસારી શહેરને  રાજ્ય કક્ષાએ વિશેષ સિધ્ધિ અપાવી પોતાનાં સાયન્સ પ્રત્યેનાં અભિગમને  દ્રઢ બનાવ્યો છે. તેમણે મેળવેલ આ સિધ્ધિ બદલ શાળા પરિવાર ગૌરવ અનુભવે છે. આ વિદ્યાર્થિનીઓ હવે પછીથી ટૂંક સમયમાં, નેશનલ લેવલની  ક્વિઝ માટે ઉપસ્થિત રહેશે. શાળાનાં માનનીય આચાર્યશ્રી અમીશ.બી. મહેતા નાં સાયન્ટિફિક એપ્રોચ આ દીકરીઓને આગળ વધવા માટે સતત પ્રોત્સાહિત કરતાં હતા, દીકરીઓની આ સફળતા માટે, મા.આચાર્યશ્રી, શાળા મેનેજમેન્ટ અને સમગ્ર સ્ટાફે આ વિદ્યાર્થિનીઓને અભિનંદન સાથે, નેશનલ લેવલે પ્રશંસનીય દેખાવ સાથે, વિશેષ સિદ્ધિ મેળવે એવા આશિષ પાઠવ્યા છે.

No comments:

Post a Comment