Tuesday, 30 May 2023

STEM QUIZ, નેશનલ ગ્રાન્ડ ફિનાલે- માં પણ શેઠ.આર. જે.જે. હાઈસ્કૂલ (30-05-2023)

  Indias Biggest STEM QUIZ, નેશનલ ગ્રાન્ડ ફિનાલે- માં પણ શેઠ.આર. જે.જે. હાઈસ્કૂલ 💐



   30 મે, 2023- ગુજરાત સાયન્સ સીટી, અમદાવાદ ખાતે " નૅશનલ  લેવલ ગુજરાત સ્ટેમ ક્વીઝ  2.0 " યોજાયો હતો. જેમાં નવસારી શેઠ આર.જે.જે. હાઈસ્કૂલમાં,  ધોરણ-9 માં ભણતી બે દીકરીઓ, શ્રેયા ગજ્જર  અને વિદ્યા ગોસ્વામી એ શાળાનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. 

    નેશનલ ગ્રાન્ડ ફિનાલેમાં સમગ્ર દેશમાંથી કુલ 5,45,764 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું હતું. જેમાંથી કુલ 940 વિદ્યાર્થીઓ "નેશનલ લેવલ ગુજરાત સ્ટેમ ક્વિઝ" માટે  દેશનાં જુદા જુદા રાજ્યોમાંથી સિલેક્ટ થયા હતા. જેમાં શેઠ આર. જે. જે. હાઈસ્કૂલની કુ. શ્રેયા ગજ્જર અને કુ. વિદ્યા ગોસ્વામી, "ઈન્ડિયાઝ બિગેસ્ટ સ્ટેમ ક્વિઝ2.0" માં 'મેગા પ્રીલીયમ્સ '(940 માંથી), અને એમાંથી 100 સ્પર્ધકો સેમી ફાઈનલ રાઉન્ડ માટે વિજેતા જાહેર કરાયા, જેમાં અમારી શાળાની એક દીકરી કુ.શ્રેયા ગજ્જર. સેમી ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચી હતી. કમનસીબે તે સ્ટુડિયો રાઉન્ડથી વંચિત રહી હતી. નેશનલ ગ્રાન્ડ ફિનાલે બિગેસ્ટ સ્ટેમ ક્વિઝ 2.0 માં ક્વિઝ માસ્ટર તરીકે મિ.વિનય મુદલીયારે સેવા આપી હતી. નેશનલ ગ્રાન્ડ ફિનાલેમાં  સેમી ફાઈનલ સુધી ટક્કર ઝીલનાર  કુ. શ્રેયા ગજ્જરને પુરસ્કાર રૂપે "રોબો કીટ" અને સર્ટિફિકેટ પ્રાપ્ત થયા છે. "ઇન્ડિયાઝ બીગેસ્ટ સ્ટેમ ક્વિઝ" માટે  અમદાવાદ જવા-આવવાની સગવડ, નવસારી જિલ્લા સામુદાયિક વિજ્ઞાન કેન્દ્ર, દ્વારા કરવામાં આવી હતી.  વિજ્ઞાન કેન્દ્રનાં સંપૂર્ણ સહકાર થકી જ  વિધાર્થીઓને આ તક સાંપડી હતી. શાળાનાં પ્રિન્સિપલ સરનાં વિજ્ઞાન પ્રત્યેનાં વિશેષ જ્ઞાનનો લાભ બંને દીકરીઓને તેમનાં માર્ગદર્શન થકી પ્રાપ્ત થયો હતો. આ બંને દીકરીઓને "નેશનલ ગ્રાન્ડ ફિનાલે"ની સફર બદલ, આચાર્યશ્રી અમિશ. મહેતા, શાળા મેનેજમેન્ટ અને શાળા પરિવારે, આ બન્નેં દીકરીઓને આજ રીતે ભવિષ્ય માં આવી વિશેષ સિદ્ધિ મેળવી, 

શાળા, માતા-પિતા અને સમાજનું નામ રોશન કરતા રહો, એવી શુભેચ્છા પાઠવી હતી.

No comments:

Post a Comment