શ્રી હરિ જ્યોત ઓપ્ટીમેટ્રી કોલેજની મુલાકાત
તારીખ 18 /12 /2023 સોમવારના રોજ ધોરણ 12
વિજ્ઞાન પ્રવાહના 51 વિદ્યાર્થીઓ તેમજ બે શિક્ષકોએ રોટરી આઈ
ઇન્સ્ટિટયૂટ નવસારી દ્વારા સંચાલિત શ્રી હરિ જ્યોત ઑપ્ટીમેટ્રી કોલેજની મુલાકાત
લીધી. કોલેજના પ્રાધ્યાપક અને આચાર્યશ્રી ડો.નીરવ મહેતાએ સૌને આવકારી ઓપ્ટીમેટ્રિ
ક્ષેત્રે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ પછી કઈ કઈ તકો રહેલ છે
તે અંગે વિસ્તૃત જાણકારી સ્માર્ટ બોર્ડના મધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને પૂરી પાડી.
ત્યારબાદ
વિદ્યાર્થીઓને પાંચ ગ્રુપમાં વહેંચી હોસ્પિટલના અને કોલેજના જુદા જુદા
ડિપાર્ટમેન્ટમાં થતી કામગીરીથી માહિતગાર કર્યા. આમ બાળકોની કારકિર્દી સંદર્ભે ધોરણ
12 વિજ્ઞાન પ્રવાહ બી ગ્રુપ માટે રોજગારીના અવસરો
અંગેનું અગત્યનું માર્ગદર્શન બાળકોને પૂરું પાડ્યું.
No comments:
Post a Comment