Saturday, 30 December 2023

મતદાન જાગૃતિ અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને રંગોળી સ્પર્ધા :

 

મતદાન જાગૃતિ અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને રંગોળી સ્પર્ધા :                      

 

 લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 ના કામે નાગરિકોમાં ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા અને જનજાગૃતિના કાર્યક્રમો કરવા અંતર્ગત તારીખ 30/12/2023 ના રોજ અમારી શાળામાં શાળા સમય દરમિયાન ચિત્ર સ્પર્ધા અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચિત્ર સ્પર્ધામાં 21 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને રંગોળી સ્પર્ધામાં 7વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.


 

Thursday, 28 December 2023

સ્વચ્છ મહોલ્લો , સ્વચ્છ ફળ્યું :

 

સ્વચ્છ મહોલ્લો , સ્વચ્છ ફળ્યું :



તારીખ 28/12/2023 ને ગુરૂવારના રોજ શાળાના શિક્ષકો અને  વિદ્યાર્થીઓએ સાથે મળીને શાળાની બહાર દુધા મોહલ્લાની સફાઈ કરી હતી. વિદ્યાર્થીઓ  અને શિક્ષકોએ ઉત્સાહભેર સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો .

Friday, 22 December 2023

UTU ( માલીબા )દ્વારા આયોજિત સ્પાર્કલ સ્ટેટ લેવલ ઇન્ટર સ્કૂલ મેનેજમેન્ટ કાર્નિવલ -2023

 

UTU ( માલીબા )દ્વારા આયોજિત

સ્પાર્કલ સ્ટેટ  લેવલ ઇન્ટર સ્કૂલ મેનેજમેન્ટ કાર્નિવલ  -2023


 તારીખ 22 /12 /2023 ના રોજ યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં શાળાના 51 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સવારે 8:00 વાગ્યે માલીબા કેમ્પસમાં પહોંચી ગયા હતા. નાસ્તો કર્યા બાદ વિવિધ સ્પર્ધાઓ શરૂ કરવામાં આવી. જેમાં દક્ષિણ ગુજરાતની 17 શાળાઓના કુલ 850 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ  સ્પર્ધાનો મુખ્ય હેતુ બાળકોમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી આત્મવિશ્વાસમાં વધારો થાય તેવો સુંદર પ્રયત્ન કરવામાં આવ્યો હતો. વિવિધ સ્પર્ધાઓમાં 12th કોમર્સના વિદ્યાર્થીઓએ પૂરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. જે પૈકી ટ્રેઝર હન્ટ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ  રાણાસરિયા સાહેલા,  પટેલ નિકિતા, સુથાર કેસર, પાઠક રમા, પ્રજાપતિ ક્રિશા, આહિર રીયા,મિસ્ત્રી ધ્રુવી, શેખ અમીના  ગ્રુપ, ડાન્સ સ્પર્ધામાં કામદાર મુક્તિ, પાનસુરીયા કૃષિકા, કસવાલા મહેક, પારેખ દ્રષ્ટિ, માલી ઋષિકાએ દ્વિતીય સ્થાન અને ક્વિઝ  સ્પર્ધામાં શાહ શોર્ય, મરાઠે જતીન અને જાદવ તેજસે  તૃતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું. દરેક વિજેતાઓને પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સંપૂર્ણ કાર્યક્રમ 4:00 વાગ્યે સંપન્ન થયો હતો. આચાર્યશ્રી અમીશ મહેતા  અને શાળા મેનેજમેન્ટે  વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Tuesday, 19 December 2023

સ્વચ્છતા જાગૃતિ માટે સાયકલ રેલી

 

સ્વચ્છતા જાગૃતિ માટે સાયકલ રેલી :



તારીખ 19/12/23 ને મંગળવારના રોજ સ્વચ્છતા જાગૃતિના ભાગરૂપે વિદ્યાર્થીઓ સાથે સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. સાયકલ રેલીનો પ્રારંભ શાળાના આચાર્યશ્રી દ્વારા કરાવવામાં આવ્યો હતો. સાયકલ રેલી વિદ્યાર્થીઓએ સ્વચ્છતાના સૂત્રોના પ્લેકાડૅ સાથે રેલી દરમિયાન સૂત્રોચાર કરીને સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો . સાયકલ રેલીની શરૂઆત અમારી શાળા શેઠ આર .જે .જે .હાઇસ્કુલથી બસ ડેપોથી સર્કિટ હાઉસથી સિંધી કેમ્પરોડ , દરગાહ રોડ , પ્રજાપતિ આશ્રમથી લાઇબ્રેરી થઈ પાંચ હાટડીના શાક માર્કેટના વિસ્તારમાંથી પસાર થઈ શાળાએ રેલીની પૂર્ણાહુતિ થઈ .


 

Monday, 18 December 2023

સ્વચ્છતા અંગેની શપથ

 

સ્વચ્છતા અંગેની શપથ :


 તારીખ 18/12/23 ને સોમવારના રોજ શાળામાં તમામ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગે શપથ લેવામાં આવેલ હતી.

શ્રી હરિ જ્યોત ઓપ્ટીમેટ્રી કોલેજની મુલાકાત

 

શ્રી હરિ જ્યોત ઓપ્ટીમેટ્રી કોલેજની મુલાકાત

 





            તારીખ  18 /12 /2023 સોમવારના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 51 વિદ્યાર્થીઓ તેમજ બે શિક્ષકોએ રોટરી આઈ ઇન્સ્ટિટયૂટ નવસારી દ્વારા સંચાલિત શ્રી હરિ જ્યોત ઑપ્ટીમેટ્રી કોલેજની મુલાકાત લીધી. કોલેજના પ્રાધ્યાપક અને આચાર્યશ્રી ડો.નીરવ મહેતાએ સૌને આવકારી ઓપ્ટીમેટ્રિ ક્ષેત્રે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ પછી કઈ કઈ તકો રહેલ છે તે અંગે વિસ્તૃત જાણકારી સ્માર્ટ બોર્ડના મધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને પૂરી પાડી.

              ત્યારબાદ વિદ્યાર્થીઓને પાંચ ગ્રુપમાં વહેંચી હોસ્પિટલના અને કોલેજના જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં થતી કામગીરીથી માહિતગાર કર્યા. આમ બાળકોની કારકિર્દી સંદર્ભે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બી ગ્રુપ માટે રોજગારીના અવસરો અંગેનું અગત્યનું માર્ગદર્શન બાળકોને પૂરું પાડ્યું.

Saturday, 16 December 2023

સિગ્નેચર કેમ્પિંગ :

 

સિગ્નેચર કેમ્પિંગ :

 


સ્વચ્છ નવસારી, જવાબદારી હમારી અભિયાન અંતર્ગત સ્વચ્છતા અંગે લોકજાગરૂકતા માટે શાળામાં સિગ્નેચર કેમ્પેઇનની પ્રવૃત્તિ કરવામાં આવી હતી. તેમજ શાળાની બહાર જિલ્લા ન્યાયાલય , જિલ્લા સેવા સદન , જિલ્લા પંચાયત ભવન , સબજેલ જેવા જાહેર સ્થળોએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સિગ્નેચર કેમ્પેઇન કરવામાં આવેલ હતી.

સ્વચ્છતા જાગૃતતા અંગે વાલી મીટીંગ

 

સ્વચ્છતા જાગૃતતા અંગે વાલી મીટીંગ :




 તારીખ 16/12/2023 ને શનિવારના રોજ સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અભિયાન અંતર્ગત શાળામાં વાલી મીટીંગ નું આયોજન કરવામાં આવેલ હતું , જેમાં આચાર્યશ્રી દ્વારા વાલીશ્રીઓને સ્વચ્છતા બાબતે જાગૃત કરવામાં આવેલ હતા અને શાળાના સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા આગ્રહ કરવામાં આવ્યો હતો . વાલીશ્રીઓ દ્વારા પોતાના પ્રતિભાવ આપવામાં આવ્યા હતા .

શાળા પરિસર સફાઈ

 

શાળા પરિસર સફાઈ :

 



તારીખ 16 /12 /2023 ને શનિવારના રોજ શાળાના દરેક કર્મચારી અને વિદ્યાર્થીઓ સહુ સાથે મળીને સફાઈ કામગીરી કરેલ હતી.શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં દરેક વર્ગખંડ લેબ તથા શાળા પરિસરની સફાઈ કરવામાં આવેલ હતી. આચાર્યશ્રી ની ઓફીસ,કાર્યાલય તેમજ સ્ટાફ રૂમની પણ સફાઈ કરવામાં આવેલ હતી. ત્યારબાદ શાળા પરિસરની બહાર પણ સફાઈ કરવામાં આવેલ હતી.શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓની પણ સફાઈ સમિતિ બનાવવામાં આવેલ છે.

Monday, 11 December 2023

મા. શિ.સંઘ આયોજિત દેશભકિત ગાન ,નિબંધસ્પર્ધા

 

તા. 11/12/'23 સોમવાર.

મા. શિ.સંઘ આયોજિત દેશભકિત ગાન ,નિબંધસ્પર્ધા



       નવસારી શહેર માધ્યમિક શિક્ષક સંઘ આયોજિત દેશભકિત ગાન, અને ચિત્રકામ સ્પર્ધા, નવસારી નગર પાલિકા  હાઈસ્કૂલમાં તા.11/12/'23  ને સોમવારે, 10:30 કલાકે યોજાઇ હતી. આ સ્પર્ધામાં નવસારી શહેરની આઠ જેટલી સ્કૂલનાં વિધાર્થીઓએ ઉપરોકત સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં શેઠ.આર.જે.જે. હાઈસ્કૂલની ધોરણ -9 માં ભણતી, શર્મા યશ્વી રજનીકાંતે નવસારી શહેરનાં અન્ય  સ્પર્ધકોને પાછળ રાખી દેશભકિત ગાન સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાને, અને પોતે  અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે. આ સાથે વિજેતા વિધાર્થિનીને ઈનામ પણ પ્રાપ્ત થયું હતું.આજ સ્પર્ધામાં ધોરણ-10 ની વિધાર્થિની કંસારા આસ્થા તેજસભાઈએ ચિત્રકામ સ્પર્ધામાં ભાગ લીધો હતો, પણ તેને વિજેતા બનવાનું સદ્ ભાગ્ય પ્રાપ્ત થયું ન હતું. આ સ્પર્ધામાં શાળાનાં ઉ.મા.વિ. શિક્ષકશ્રી ઉદયભાઈ આ બન્ને વિધાર્થિની ઓ, સાથે સ્પર્ધાનાં અંત  સુધી સાથે રહી સહકાર આપ્યો હતો.

Saturday, 9 December 2023

કલા મહાકુંભ સ્પર્ધા

 

કલા મહાકુંભ સ્પર્ધા



 

જિલ્લા યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા આયોજિત તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 9/12/23 શનિવારના રોજ મદ્રેસા હાઈસ્કૂલ ખાતે સવારે 9:00 કલાકે યોજાયો હતો. 6 થી 14 અને 15 થી 20 વયજૂથની વિવિધ સ્પર્ધાઓમાં કુલ 25 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વકતૃત્વ સ્પર્ધામાં 10 -A ની વિદ્યાર્થીની ગજ્જર  શ્રેયા,નિબંધ સ્પર્ધામાં 10 -A ની  વિદ્યાર્થીની મિસ્ત્રી ખુશ્બુ  ,એકપાત્રીય અભિનય સ્પર્ધામાં 12  કોમર્સની વિદ્યાર્થીની  પ્રજાપતિ પ્રિયા,ચિત્રકલા સ્પર્ધામાં 9A ની વિદ્યાર્થીની પ્રજાપતિ  રુદ્રા અને 11-sci ની વિદ્યાર્થીની મિસ્ત્રી ધાર્મિ,  સુગમ સ્પર્ધામાં 11 કોમર્સની વિદ્યાર્થીની દેસાઈ મોક્ષા, લગ્નગીત સ્પર્ધામાં  9B ની વિદ્યાર્થીની સૃષ્ટિ પટેલ અને 12 કોમર્સની વિદ્યાર્થીની મુક્તિ કામદાર  , સમૂહગીત સ્પર્ધામાં 11 કોમર્સના વિદ્યાર્થીઓ, લોકગીત સ્પર્ધામાં 9A નો વિદ્યાર્થી વસોયા  આયુષ અને  11 કોમર્સની વિદ્યાર્થીની અવની ગજ્જર ,તબલા સ્પર્ધામાં 9A નો વિદ્યાર્થી  પોલ ચિરાગ, હાર્મોનિયમ સ્પર્ધામાં 12 કોમર્સનો વિદ્યાર્થી  પલ પટેલે  ભાગ લીધો હતો.જે પૈકી  નિબંધસ્પર્ધામાં મિસ્ત્રી ખુશ્બુ નિમેશભાઈએ ખુબ જ સરસ પ્રદર્શન કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો અને જિલ્લા કક્ષાની  સ્પર્ધામાં  ભાગ લેવાની યોગ્યતા પ્રાપ્ત કરી હતી. એકપાત્રીય અભિનય સ્પર્ધામાં પ્રજાપતિ પ્રિયા ઈશ્વરભાઈએ દ્વિતીય ક્રમ, વકતૃત્વ સ્પર્ધામાં ગજ્જર શ્રેયા  અજયકુમારે તૃતીય ક્રમ તથા હાર્મોનિયમ સ્પર્ધામાં પટેલ પલ વિજયભાઈએ તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું હતું. તમામ વિજેતા વિદ્યાર્થીઓને આચાર્યશ્રી તથા સ્ટાફ મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ બપોરે 2:00 વાગ્યે સંપન્ન થયો હતો.

Saturday, 21 October 2023


 માનસિક સ્વાસ્થ્ય પર સોશિયલ મીડિયા અને ટેકનોલોજીની અસર વિષય પર સેમિનાર






           તારીખ 21/ 10/ 2023 ને શનિવારના ના રોજ રોટરી ક્લબ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો વિષય "માનસિક સ્વાસ્થ્ય પર સોશિયલ મીડિયા અને ટેકનોલોજીની અસર"  હતો. આ સેમિનારના વક્તા ડોક્ટર સ્વાતિ  વિનચુરકર  હતા. ડોક્ટર જીગ્નેશ ભગત, રોટરીયન પિંકલબેન તેમજ અન્ય મેમ્બર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યશ્રી અમીષ મહેતાએ વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓને સ્પર્શ  એવો ટોપિક હોવાથી સૌને આ સેમિનારમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું. આ સેમિનારના વક્તા દ્વારા "મેક  ફેક પ્રોફાઈલ મોબાઈલનો મિસયુઝ "સાઇબર બુલિંગથી વધી રહેલા સુસાઇડ કેસો, સોશિયલ મીડિયાથી બરબાદ થતું સ્ટુડન્ટ કેરિયરઓનલાઇન ગેમિંગ ડિસઓર્ડર જેવી સમસ્યાઓ, તેનાથી સ્વાસ્થ્ય પર થતી ઘાતક અસરો, તેના નિરાકરણ માટેના ઉપાયો, સોશિયલ મીડિયા સિક્યુરિટીની આવશ્યકતા ઓનલાઇન ગેમિંગથી કઈ રીતે બચી શકાય તે માટે યુનિવર્સ સાયબર હેલ્પલાઇન નંબર, ચાઈલ્ડ હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરવા અંગે સૂચનો કર્યા. facebook ના બદલે safebook નો ઉપયોગ કરી દરેક વિદ્યાર્થીઓએ સેઈફ  રહેવાની ભલામણ કરવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમ ppt દ્વારા રજુ કરી વિશેષ માર્ગદર્શન વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ અને શિક્ષકશ્રીઓને આપવામાં આવ્યું. ઉપસ્થિત સૌ માટે ખરેખર આ સેમિનાર નાવિન્યપૂર્ણ  રહ્યો. અંતે ડોક્ટર સ્વાતિમેમ,ડોક્ટર જીગ્નેશ ભગત અને તમામ રોટરીઓનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.