વિશ્વ રક્તદાતા સન્માન દિવસ
તથા
રક્ત જૂથ શોધક કાર્લ લેન્ડ સ્ટેઇનરની જન્મ જયંતી
ઇન્ડિયન રેડ ક્રોસ
સોસાયટી જુનિયર રેડ ક્રોસ દ્વારા આયોજિત વિશ્વ રક્તદાતા સન્માન દિવસ તથા માનવ રક્ત
જૂથ ની શોધ કરનાર વૈજ્ઞાનિક તરીકે ઓળખાતા કાર્લ લેન્ડ સ્ટેઈનરની જન્મ જયંતિ તારીખ
14 જૂનના રોજ ઉજવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી અમિત મહેતા અને
સજી જોયના માર્ગદર્શન હેઠળ 12 th કોમર્સના
15 વિદ્યાર્થીઓ દ્વારા પેમ્પલેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ
કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રાકેશ દેસાઈ રેડક્રોસના માનદ મંત્રી ડોક્ટર ધર્મેશ
કાપડિયા, અને ચેરમેનશ્રી તૃષારકાંત દેસાઈએ પણ હાજરી આપી
હતી. આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય પોતાના અસ્તિત્વના અંશનું દાન કરી માનવ જિંદગી
બચાવવા માટે રક્ત દાતાઓને વધારવાનો હતો.
No comments:
Post a Comment