Friday, 3 January 2025

TST (પ્રખરતા શોધ) પરીક્ષા

 

TST (પ્રખરતા શોધ) પરીક્ષા


ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 9 ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા તારીખ 3/ 1 /25 ના રોજ TST (પ્રખરતા શોધ) કસોટી યોજાઈ હતી, જેમાં રાજ્યના પ્રથમ 1,000 વિદ્યાર્થીઓની યાદીમાં શાળાના ચાર વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો. રારાવીકર યશશ્રી ગુરુદત્ત 99.85 PR સાથે જિલ્લામાં તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો, જ્યારે ચૌધરી મીત કરમશીભાઈએ 99.58 PR સાથે જિલ્લામાં આઠમો ક્રમ પ્રાપ્ત કર્યો તથા પરમાર યશ જયેશભાઈએ 99.53 PR સાથે જિલ્લામાં 10મો ક્રમ અને ભારતી પ્રહસ સુનિલભાઈએ 98.95 PR સાથે જિલ્લામાં 18મો ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.આ દરેક વિદ્યાર્થીઓને  ₹1000  પુરસ્કાર સ્વરૂપે તથા પ્રમાણપત્ર પ્રાપ્ત થયાં હતા.


ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક સમારોહ

 

ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક સમારોહ



તારીખ 3/ 1/ 2025 ના રોજ શાળાના જોખી કલ્ચરલ હોલમાં ઇનામ વિતરણ અને સંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની ઉજવણી સમારોહના પ્રમુખ શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને નવસારીના જાણીતા કાડિયાક   સર્જન ડોક્ટર જેવીન જામેરીયાની અધ્યક્ષતામાં થઈ હતી. અતિથિ  વિશેષ તરીકે શાળાને રાજ્યકક્ષાથી શ્રેષ્ઠ શાળા તરીકે નામના અપાવનાર તેમજ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ વિજેતા એવા ભૂતપૂર્વ આચાર્ય મે.ડોલી દેસાઈ મેડમ
, શાળાના લોકલ કમિટી મેમ્બર્સ ઉમાબેન ભટ્ટ તથા યોગેશભાઈ નાયક હાજર રહ્યા હતા. ભગિની સંસ્થાના આચાર્ય  પઉરૂચિસ્તી  કડોદવાલા,દિપિકાબેન પટેલ, પિન્કીબેન પટેલ ઉપસ્થિત રહી સમારંભની શોભા વધારી હતી. કાર્યક્રમની શરૂઆત સુંદર પ્રાર્થનાથી થઈ હતી.પ્રાર્થના બાદ સ્વાગત નૃત્ય દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો. શાળાના શિક્ષક હોસંગ વાંદરીવાલાએ મહેમાનોનો શાબ્દિક પરિચય આપ્યો. તથા શાળાના આચાર્ય અમીશ મહેતાએ સ્મૃતિભેટ તથા પુષ્પગુચ્છ દ્વારા મહેમાનોને આવકાર્યા. શાળાના આચાર્ય દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું. સાયરસ વાંદરીવાલાએ શાળાનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો. સમારોહના  પ્રમુખ ડો. જેવીન જામેરીયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે,આ સ્કૂલના ટીચરોની અથાગ  મહેનતના પરિણામ સ્વરૂપ હું આજે આ સ્ટેજ પર ઉભો રહી શક્યો છું. ત્યારબાદ શાળાના ભૂતપૂર્વ આચાર્ય ડોલી મેડમે  પોતાના વક્તવ્યમાં પોતાના કાર્યકાળ  દરમિયાન તેમના શાળા સાથેના ભૂતકાળના સંસ્મરણો તાજા કર્યા. અને આ શાળા ઉત્તરોઉત્તર પ્રગતિ સાધે તે માટે સુભાષિશ પાઠવ્યા. અતિથિ વિશેષશ્રીઓ  યોગેશભાઈ નાયક તથા ઉમાબેન ભટ્ટે પણ સમગ્ર કાર્યક્રમ માટે પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપસ્થિત મહેમાનોના હસ્તે શાળાના તેજસ્વી તારલાઓને ઇનામ અને મેડલ આપી બીરદાવામાં  આવ્યા હતા.સર જમશેદજી

જીજીભોયની   પરંપરાને જાળવનાર દરિયાદિલ મેનેજમેન્ટ શાળાના કર્મચારીગણને  શાળાના 15 વર્ષ પૂર્ણ થતા સિલ્વર મેડલ અને 25 વર્ષ પૂર્ણ થતાં  ગોલ્ડ મેડલ આપી સન્માને છે. શાળાના શિક્ષક રાજેશભાઈ પટેલ તથા ઉદયભાઇ ગાંધીને ગોલ્ડ મેડલથી તેમજ શાળાની શિક્ષિકા હીનાબેન શર્માને સિલ્વર મેડલ આપી નવાજવામાં આવ્યા. વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર અને શાળાને રાજ્યકક્ષાએ સિદ્ધિ  અપાવનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી સન્માનવામાં આવ્યા. શાળાના  શિક્ષકોની વર્ષ

દરમિયાનની વિશેષ કામગીરી તેમજ તેમના યોગદાનને પણ મોમેન્ટોથી સન્માનવામાં આવ્યા. ઇનામ વિતરણની સાથે થીમ ડાન્સ અને ટિપ્પણી   નૃત્યની રજુઆતે હોલમાં ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હોસંગ  વાંદરીવાલા તથા શ્રીમતી દિવ્યા પરમાર દ્વારા થયું . અવિસ્મરણીય સંભારણા સાથે આ વર્ષનો શાળાનો કાર્યક્રમ સંપન્ન થયો.