Wednesday, 25 September 2024

સંકુલ કક્ષાનો કલા ઉત્સવ

 

સંકુલ કક્ષાનો  કલા ઉત્સવ


જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી દ્વારા આયોજિત સંકુલ કક્ષાનો કલાઉત્સવ તારીખ 25/9/2024 ને બુધવારના રોજ આર. કે.જી. સ્વામિનારાયણ હાઈસ્કૂલ ઇટાળવા  નવસારી ખાતે યોજાયો હતો. જેમાં શેઠ આર.જે. જે. હાઈસ્કૂલે "ગરવી ગુજરાત "થીમ આધારિત યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ પૈકી ચિત્ર સ્પર્ધા તથા બાળકવિ સ્પર્ધામાં ભાગ લીધો હતો.  જે પૈકી માધ્યમિક વિભાગમાં ચિત્રકલા સ્પર્ધામાં જેઠવા પરમ ઘનશ્યામકુમારે દ્વિતીય ક્રમાંક , તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં બાળકવિ સ્પર્ધામાં તાઈ ઈસ્માઈલ ઇમરાન પણ દ્વિતીય ક્રમ  પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. આ બંને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન  શાળાની શિક્ષિકાઓ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું . સિદ્ધિ પ્રાપ્ત કરનાર બંને  વિદ્યાર્થીઓને શાળાના આચાર્યશ્રી અમિષ મહેતા, મેનેજમેન્ટ તથા શાળા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


Friday, 20 September 2024

કલા ઉત્સવ - 2024 (QDC)

 

કલા ઉત્સવ - 2024 (QDC)

જી. સી. ઈ. આર. ટી ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી દ્વારા આયોજિત QDC કક્ષાનો કલાઉત્સવ તારીખ 20/9/24 ને શુક્રવારના રોજ શેઠ એચ. સી. પારેખ નવસારી હાઇસ્કુલ નવસારી ખાતે યોજાયો હતો.  કલા ઉત્સવમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ પૈકી માધ્યમિક વિભાગમાં ચિત્રકલા સ્પર્ધામાં જેઠવા પરમ ઘનશ્યામકુમારે પ્રથમ ક્રમાંક , બાળ કવિ સ્પર્ધામાં ભટ્ટ હેલી હેમલે દ્વિતીય ક્રમાંક, સંગીત વાદન સ્પર્ધામાં પોલ ચિરાગ હરીશભાઈએ તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ પૈકી બાળકવિ સ્પર્ધામાં તાઈ ઈસ્માઈલ ઇમરાન પ્રથમ ક્રમ તથા ચિત્રકલા સ્પર્ધામાં મિસ્ત્રી ધાર્મીએ તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું.


Thursday, 19 September 2024

બાળ વિજ્ઞાન-ગણિત પ્રદર્શન

બાળ વિજ્ઞાન-ગણિત પ્રદર્શન




જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લાશિક્ષણ અધિકારીશ્રીની કચેરી નવસારી માર્ગદર્શિત સ્વામી વિવેકાનંદ શાળા વિકાસ સંકુલ -1 સર સી.જે. એન. ઝેડ મદ્રેસા હાઈસ્કૂલ નવસારી દ્વારા આયોજિત ક્યુ.ડી. સી રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન તારીખ 19 /9/ 24 ના રોજ મદ્રેસા હાઈસ્કૂલ નવસારી ખાતે યોજાયું હતું. જેમાં ખોરાક આરોગ્ય અને સ્વચ્છતા વિભાગમાં 'મિલેટ્સ સુપરફુડ' કૃતિ જેઠવા પરમ તથા યશ પરમાર દ્વારા રજૂ કરવામાં આવી હતી. જે કૃતિ એસ.વી.એસ કક્ષાએ પસંદગી પામી હતી . આ ઉપરાંત પણ અન્ય વિભાગોમાં  વિદ્યાર્થીઓએ ખૂબ સારી કૃતિ રજૂ કરી હતી.

    

Saturday, 14 September 2024

જિલ્લા કક્ષા યુવા ઉત્સવ -2024

 જિલ્લા કક્ષા યુવા ઉત્સવ -2024


તારીખ 14/9/2024 ને શનિવાર ના રોજ કમિશનરશ્રી, યુવક સેવા અને  સાંસ્કૃતિક  પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી  આયોજિત જિલ્લા કક્ષાનો  યુવા ઉત્સવ સ્વામિનારાયણ હાઇસ્કૂલ   ખાતે  યોજાયો હતો.  યુવા ઉત્સવમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ પૈકી   'અ' વિભાગમાં યોજાયેલ  એકપાત્રીય અભિનય સ્પર્ધામાં  હેલી ભટ્ટ પ્રથમ ક્રમ  તથા ખુલ્લા વિભાગમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ પૈકી લોકવાર્તા સ્પર્ધામાં રેના શાહ તથા  સર્જનાત્મક કારીગરીમાં વંશ ટંડેલે  પ્રથમક્રમ પ્રાપ્ત કરી શાળાની યશકલગીમા વધારો કર્યો હતો.આગામી સમયમાં યોજાનાર ઝોન કક્ષાની સ્પર્ધામાં આ ત્રણેય વિદ્યાર્થીઓ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

Friday, 6 September 2024

નેશનલ સાયન્સ સેમિનાર (NSS)

 

નેશનલ સાયન્સ સેમિનાર (NSS)


      રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય, ભારત સરકાર આયોજિત અને ગુજરાત કાઉન્સિલ ઓન સાઇન્સ એન્ડ ટેકનોલોજી વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી ગુજરાત સરકાર ગાંધીનગરના સહયોગથી આ વર્ષની નેશનલ સાયન્સ સેમિનારની જિલ્લા કક્ષાની સ્પર્ધા તારીખ 6 /9/ 2024 ના રોજ નવસારીના બી.આર.સી ભવન ખાતે યોજાઇ હતી. આ વર્ષના સેમિનારનો વિષય "કૃત્રિમ બુદ્ધિમતા: સંભવિતતાઓ અને ચિંતાઓ" હતો. આ વિષય પર નવસારી જિલ્લાની જુદી જુદી શાળામાંથી 20 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં  ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની યશશ્રી રરાવિકરે  ખૂબ સુંદર રજૂઆત સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.