Tuesday, 30 July 2024

BIS દ્વારા આયોજિત ઔદ્યોગિક મુલાકાત

 

BIS દ્વારા આયોજિત ઔદ્યોગિક મુલાકાત


તારીખ 30 /7 /2024 ના રોજ BIS દ્વારા આયોજિત ઔદ્યોગિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.ખડસુપા  મુકામે આવેલી "sprint Water" જોવા માટે ધોરણ 10 ના 25 વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા હતા. આ કંપનીમાં શુદ્ધ પાણીની નાની મોટી પ્લાસ્ટિકની બોટલો કેવી રીતે બને,તેમાં પાણી કેવી રીતે ભરવામાં આવે,અને તેનું સીલીંગ અને પેકિંગ કઈ રીતે થાય તેવી તમામ માહિતીઓ જુદી-જુદી મશીનરીને જોઈને વિદ્યાર્થીઓએ મેળવી હતી. આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે એક યાદગાર મુલાકાત બની રહી હતી.

Tuesday, 23 July 2024

ભારતનું અંદાજપત્ર

 

ભારતનું અંદાજપત્ર


તારીખ 23-7-2024 મંગળવારના રોજ નરેન્દ્ર મોદી સરકાર 3.0 ભારતના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા રજૂ થયેલ અંદાજપત્ર ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓને બતાવ્યું. અને એની ખૂબ જ વિસ્તૃતમાં ચર્ચા કરી હતી.


 

વિદ્યાર્થીઓની તબીબી તપાસ

 

વિદ્યાર્થીઓની તબીબી તપાસ

   





તારીખ :22/7/24 અને 23/7/24 ના રોજ શાળાના 469 વિદ્યાર્થીઓની તબીબી તપાસ કરવામાં આવી હતી. આરોગ્યની ટીમ તથા ડોક્ટર મનહર ગઢીયા અને ડોક્ટર રીંકલ ધુમ્મર દ્વારા દરેક વિદ્યાર્થીઓનું વજન,ઊંચાઈ, આંખની તપાસ, નખની તપાસ કરવામાં આવી હતી. પ્રશ્નોત્તરી દ્વારા સ્વાસ્થ્ય બાબતે માહિતી મેળવવામાં આવી હતી.

Sunday, 21 July 2024

માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 2023-24

 

માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 2023-24

 


    રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા લેવાયેલ માધ્યમિક શિષ્યવૃત્તિ  પરીક્ષા 2023- 24 માં  ગત વર્ષે ધોરણ :9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 1. શાહ હર્ષ મેહુલકુમાર અને 2. પટેલ ઝેનિલ હેમંતભાઈએ ઉચ્ચ ગુણાંક સાથે મેરિટમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું . આ બંને વિદ્યાર્થીઓ મેરીટ પ્રમાણપત્ર તથા શિષ્યવૃત્તિને પાત્ર બન્યા હતા. શાળાને સિદ્ધિ અપાવનાર વિદ્યાર્થીઓને શાળા સંચાલક મંડળ,શાળાના આચાર્ય તથા શાળા પરિવારે દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


 

Saturday, 20 July 2024

અલૂણાંપર્વ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન

 અલૂણાંપર્વ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન










       અલૂણાં પર્વ નિમિત્તે શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના 90 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર  ભાગ લીધો હતો.તારીખ 16 /7 /2024 ના રોજ મહેદી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં નિર્ણાયક તરીકે શ્રીમતી પાયલબેન પટેલે નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી. તારીખ 19/ 7 2024 ના રોજ લગ્ન ગીત અને ભજન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં શાળાની જ ભૂતપૂર્વ વિદ્યાર્થીની મહેક શાહે નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી. તારીખ 20/ 7/ 2024 ના રોજ સર્જનાત્મક કારીગીરીની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં નિર્ણાયક તરીકે શ્રી રાજેશભાઈ ટંડેલે  ભૂમિકા ભજવી હતી. તારીખ 22 7 - 2024 ના રોજ એકપાત્રીય અભિનય અને વકતૃત્વ સ્પર્ધા  યોજાઈ હતી. જેમાં શાળાના આચાર્યશ્રી અમીષ સરે નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી. તારીખ 23 /7 /2024 ના રોજ એક મિનિટ રમત સ્પર્ધા યોજાઈ હતી જે સ્પર્ધાનુ સમગ્ર સંચાલન શ્રીમતી સજી જોય તથા જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. દરેક સ્પર્ધાઓ વિશેનું માર્ગદર્શન આચાર્યશ્રી અમીષ મહેતા દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું.


Friday, 19 July 2024

ધોરાણ- ૧૧ વાલી મીટીંગ

 

ધોરાણ- ૧૧ વાલી મીટીંગ








શાળામાં ઉ. મા. વિભાગમાં અર્થાત ધોરણ 11 માં પ્રવેશ મેળવી, તેના અઘ્યનન કાર્ય નો એક મહિના જેટલો સમય ગાળો પૂર્ણ કરીને પોતાના શૈક્ષણિક લક્ષને પ્રાપ્ત કરવાની દિશામાં યોગ્ય મહેનતની શરૂઆત કરી જ દીધી છે, ત્યારે તેમના હવે પછીના આગળના અભ્યાસ પથની રૂપરેખાને ( વાંચન / લેખન માટેની સમજ, પરીક્ષા પદ્ધતિ ની બોર્ડની ગાઈડ લાઈન વિગેરે..)સ્પષ્ટ કરવા, શાળાના નીતિ નિયમોના પાલનમાં તેમજ કેટલીક જરૂરી વહીવટી કામગીરીઓમાં ( શિષ્યવૃતિ.. તથા નામ, જન્મતારીખ માં ફેરફાર વિગેરે..)એક આદર્શ વાલી ની ભૂમિકાની સ્પષ્ટ  સમજ મેળવી ,શાળાને સમયસર શ્રેષ્ઠ સહકાર    આપી શકાય, તે માટે જરૂરી માર્ગદર્શન આપવા માટે  અને ખાસ વિદ્યાર્થીઓને માટે  અભ્યાસ સંબંઘી ' ચિંતા નહીં ચિંતન' ના અમારા મૂળ ધ્યેય ને પ્રાપ્ત કરવા માટે શાળા દ્વારા તારીખ 19/7/24,શુક્રવાર ના રોજ સવારે 8.00 વાગ્યે જોખી ક્લચરલ હોલમાં ખુબ મહત્વની વાલી મિટિંગ રાખવામાં આવી હતી.


Saturday, 6 July 2024

"સેવિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ" વિષય ઉપર વક્તવ્ય

 

"સેવિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ" વિષય ઉપર વક્તવ્ય


તારીખ 6-7-2024 ને શનિવારના રોજ ધોરણ 12 વાણિજ્ય પ્રવાહના વિદ્યાર્થીઓને તેમના વિષયનું પૂરતું જ્ઞાન મળી રહે એવા શુભ આશયથી શ્રી મિહિર જે દેસાઈ રિજીયોનલ હેડ, બરોડા બીએનપી પરીબસ, સુરત ને "સેવિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ" વિષય ઉપર વક્તવ્ય આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગભગ 3 કલાક ચાલેલા આ કાર્યક્રમમાં છેલ્લે 45 મિનિટ વિદ્યાર્થીઓના પ્રશ્નો ની ગોષ્ઠિ રાખવામાં આવી હતી.

આજના સાંપ્રત સમયમાં જ્યારે મોંઘવારીએ માંઝા મૂકી છે એવા સંજોગોમાં આજના નવ યુવાનો પોતાના માતા પિતાની મહામૂલી આવકમાંથી કેવી રીતે બચત કરી રોકાણ કરી એના ઉપર સારું વળતર મેળવી શકે અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે એવો એક શુભ આશય આ કાર્યક્રમનો હતો.

શાળાના આચાર્ય શ્રી અમીશ મહેતાએ મિહિર દેસાઈ નું સ્વાગત કર્યું હતું.