તાલુકા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા - 2024
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા આયોજિત તાલુકા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા તારીખ 24/12/24 ને મંગળવાર ના રોજ બાઈ નવાજ બાઈ ટાટા ઇંગ્લીશ મીડીયમ સ્કુલ નવસારી ખાતે યોજાઇ હતી. જેમાં શેઠ આર.જે. જે. હાઈસ્કૂલે 15 થી 20 વય જૂથની વિવિધ સ્પર્ધાઓ પૈકી નિબંધ સ્પર્ધામાં 11 સાયન્સની વિદ્યાર્થીની સુરતી આશિયાના મેજરબાને પ્રથમ ક્રમ તથા એકપાત્રીય અભિનય સ્પર્ધામાં પણ 11 સાયન્સની વિદ્યાર્થીની મહેતા રાજવી કિન્નરભાઈ એ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું.આ બંને વિદ્યાર્થીનીઓ આગામી સમયમાં જિલ્લા કક્ષાએ થનાર સ્પર્ધામાં ભાગ લેશે. વિશેષ ગૌરવની બાબત તો એ હતી કે, 21 થી 59 વય જૂથમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ પૈકી એકપાત્રીય અભિનય સ્પર્ધામાં શાળાના આચાર્યશ્રી અમીષ ભુપેન્દ્ર મહેતાએ તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું હતું . સિદ્ધિ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્યશ્રી અમિષ મહેતા, મેનેજમેન્ટ તથા શાળા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
