પ્રભુ મહાવીરના જીવન ઉપરની નિબંધ સ્પર્ધામમાં
મળેલ સિદ્ધિ
પ્રભુ મહાવીરના 2050 માં નિર્માણ વર્ષ નિમિત્તે સમગ્ર ગુજરાતની શાળાઓના વિદ્યાર્થીઓને પ્રભુ મહાવીરના જીવનનો પરિચય કરાવતી રાજ્ય કક્ષાની નિબંધ સ્પર્ધામાં નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાંથી મોકલવામાં આવેલા આશરે 400 થી વધુ નિબંધો માંથી નવસારીની શેઠ આર. જે. જે.હાઈસ્કૂલમાં ધોરણ:9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની યશશ્રી રારાવીકરે લખેલો નિબંધ સમગ્ર જિલ્લામાં શ્રેષ્ઠ નિબંધ તરીકે પસંદગી પામ્યો હતો.તારીખ 30 -11-2024 ના રોજ અમદાવાદ મુકામે યોજાયેલા ભવ્ય ઇનામ વિતરણ સમારંભમાં શ્રીમદ યોગ તિલક સુરીશ્વરજી મહારાજશ્રીની પાવન નિશ્રામા અને અમદાવાદના માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનની વિશેષ ઉપસ્થિતિમાં તેમના સમાજશ્રેષ્ઠિઓના હસ્તે કુમારી યશશ્રીને સુંદર પ્રમાણપત્ર તેમજ રૂપિયા 12,500 નો રોકડ પુરસ્કાર ( ચેક) અને શાળાના આચાર્યશ્રીને ઉત્કૃષ્ટ કામગીરી માટે સુંદર મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા.કુમારી યશશ્રીની આ વિશેષ સિદ્ધિ માટે શાળાના આચાર્યશ્રી અમિષ મહેતા, શાળા મેનેજમેન્ટ અને શાળા પરિવાર ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

