Monday, 10 February 2025

પરીક્ષા પે ચર્ચા- 2025 કાર્યક્રમની ઉજવણી

 

પરીક્ષા પે ચર્ચા- 2025 કાર્યક્રમની ઉજવણી







તારીખ 10/ 2 /2025 ને સોમવારના રોજ માનનીય જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી જયેશભાઈ ચૌધરી સાહેબની ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓએ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચા શ્રેણી નિહાળી આવનાર બોર્ડની પરીક્ષા તથા મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટેનું સુંદર માર્ગદર્શન મેળવ્યું.શાળાના આચાર્યશ્રી અમિષ મહેતાએ મહેમાનોનું સ્મૃતિ ભેટ અર્પીને સ્વાગત કર્યું. આ કાર્યક્રમમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના જિલ્લાના નોડલ અધિકારીશ્રી  રજનીભાઈ મકવાણા સાહેબ તથા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરીમાંથી પધારેલ એ.ડી.આઇ. શ્રી રોહનભાઈ ટંડેલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી જયેશભાઈ ચૌધરી સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે બાળકો પરીક્ષાના ડર માંથી કઈ રીતે મુક્ત થઈ શકે , તથા સખત પરિશ્રમ થકી ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારનો વિદ્યાર્થી પણ આઈ.આઈ.ટી. જેવા ઉચ્ચ અભ્યાસમાં  મહેનત કરી કઈ રીતે આગળ વધી શક્યો છે તે અંગેનું સુંદર માર્ગદર્શન  પૂરું પાડ્યું હતું.