સ્વામી વિવેકાનંદ ક્વિઝ સ્પર્ધા
19/12/2024 ને ગુરુવાર ના રોજ એમ. એન. વિદ્યાલય ખડસુપા ખાતે 13મી રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ વિષય ક્વિઝ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાં ધોરણ 10 અ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઝેનીલ હેમંતભાઈ પટેલે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. આ વિદ્યાર્થી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ મુકામે આયોજિત રાજ્ય કક્ષાના પુરસ્કાર વિતરણ સમારોહમાં પુરસ્કાર પ્રાપ્ત કરશે. તેમને મોમેન્ટો, પ્રશસ્તિ પત્ર,તથા સ્વામી વિવેકાનંદ પુસ્તકોનો સેટ આપી સન્માનિત કરવામાં આવશે. આ સ્પર્ધામાં શાળાના 215 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે બદલ શાળાને પુસ્તકોનો સેટ અને સ્મૃતિચિન્હ આપવામાં આવ્યા.

