રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહભેર ઉજવણી
બાળકોમાં વિજ્ઞાન પ્રત્યેની રુચિ અને વૈજ્ઞાનિક
હેતુથી તારીખ 28/2/25 ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી શાળાના
આચાર્યશ્રી અમિષ મહેતા તથા વિજ્ઞાન શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જોખી કલ્ચરલ હોલમાં
ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. જેમાં ધોરણ નવ અને અગિયારના કુલ 80
જેટલાં વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો. અતિથિ વિશેષ તરીકે ડો. જયેશભાઈ ગજ્જર
તથા તેમના ધર્મ પત્ની ગીતાબેન ગજ્જર હાજર રહ્યા હતા. શાળાના આચાર્યશ્રી અમિષ મહેતા
તથા ડો.જયેશભાઈ ગજ્જર દ્વારા રીબીન કાપીને દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો
મુકવામાં આવ્યો હતો.કાર્યક્રમની શરૂઆત સુંદર પ્રાર્થનાથી થઈ. શાળાના આચાર્યશ્રી
દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા
સ્વાગત કરવામાં આવ્યું. 11 સાયન્સની વિદ્યાર્થીની હાર્દિ દ્વારા
આચાર્યશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું.11 સાયન્સની વિદ્યાર્થીની શ્રેયા ગજ્જર દ્વારા
ખૂબ જ સુંદર વિજ્ઞાન કાવ્ય રજૂથયું.તેમજ વિજ્ઞાનનું મહત્વ સમજાવવામાં આવ્યું
આચાર્યશ્રીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું. મુખ્ય મહેમાન એવા ડો. જયેશભાઈ ગજજરે પોતાના
વક્તવ્યમાં જણાવ્યું કે, આપણો વૈજ્ઞાનિક અભિગમ કેવો હોવો જોઈએ?, વ્યસનથી
દૂર કઈ રીતે રહી શકાય તથા નિયમિતતાને વિજ્ઞાન સાથે શું સંબંધ છે. એ વિષય પર ખૂબ જ
સુંદર માર્ગદર્શન આપ્યું. 11 સાયન્સનો
વિદ્યાર્થી હર્ષિતે થોમસ આલ્વા એડિસનના પ્રસંગ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી
કે, લક્ષ્ય તરફ આગળ જતું દરેક પગલું માણસને સફળતા સુધી લઈ આવે છે તેમજ
જનક સોલંકી દ્વારા હોમી જહાંગીર બાબા,સી.વી.રામન જેવા ભારતીય વૈજ્ઞાનિકોની રસપદ
માહિતી પૂરી પાડવામાં આવી . ધોરણ 9
અને 11 ના કુલ 155 જેટલા
વિદ્યાર્થીઓએ 12 મોડેલ અને 10 જેટલા
ચાર્ટસનું ખૂબ જ સરસ પ્રદર્શન નિહાળ્યું.ઓવરહેડ પ્રોજેક્ટર પર પ્રશ્નો તેમજ ઓડિયો
વિઝ્યુઅલ અને પ્રાયોગિક રાઉન્ડની રસપ્રદ ક્વિઝ રજૂ થઈ.ક્વિઝમાં કુલ પાંચ ટીમ હતી.
દરેક ટીમમાં ત્રણ વિદ્યાર્થીઓ હતા. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું
હતું. ક્વિઝના અંતે ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને ડો. જયેશભાઈ ગજ્જર તરફથી ઇનામ
આપવામાં આવ્યા હતા. તથા શાળાના દરેક વિદ્યાર્થીઓ માટે અલ્પાહારની પણ વ્યવસ્થા
કરવામાં આવી હતી. ખરેખર આ કાર્યક્રમ એક અવિરત સંભારણા બની રહ્યો હતો.






