સંકુલ કક્ષાનો
કલા ઉત્સવ
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી દ્વારા આયોજિત સંકુલ કક્ષાનો કલાઉત્સવ તારીખ 25/9/2024 ને બુધવારના રોજ આર. કે.જી. સ્વામિનારાયણ હાઈસ્કૂલ ઇટાળવા નવસારી ખાતે યોજાયો હતો. જેમાં શેઠ આર.જે. જે. હાઈસ્કૂલે "ગરવી ગુજરાત "થીમ આધારિત યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ પૈકી ચિત્ર સ્પર્ધા તથા બાળકવિ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જે પૈકી માધ્યમિક વિભાગમાં ચિત્રકલા સ્પર્ધામાં જેઠવા પરમ ઘનશ્યામકુમારે દ્વિતીય ક્રમાંક , તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં બાળકવિ સ્પર્ધામાં તાઈ ઈસ્માઈલ ઇમરાન પણ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. આ બંને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન શાળાની શિક્ષિકાઓ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું . સિદ્ધિ પ્રાપ્ત કરનાર બંને વિદ્યાર્થીઓને શાળાના આચાર્યશ્રી અમિષ મહેતા, મેનેજમેન્ટ તથા શાળા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
