BIS
દ્વારા આયોજિત ઔદ્યોગિક મુલાકાત
તારીખ 30 /7 /2024 ના રોજ BIS દ્વારા આયોજિત ઔદ્યોગિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.ખડસુપા મુકામે આવેલી "sprint Water" જોવા માટે ધોરણ 10 ના 25 વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા હતા. આ કંપનીમાં શુદ્ધ પાણીની નાની મોટી પ્લાસ્ટિકની બોટલો કેવી રીતે બને,તેમાં પાણી કેવી રીતે ભરવામાં આવે,અને તેનું સીલીંગ અને પેકિંગ કઈ રીતે થાય તેવી તમામ માહિતીઓ જુદી-જુદી મશીનરીને જોઈને વિદ્યાર્થીઓએ મેળવી હતી. આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે એક યાદગાર મુલાકાત બની રહી હતી.
