Saturday, 28 December 2024

વાર્ષિક રમતોત્સવ

 

વાર્ષિક રમતોત્સવ


                  



 

     Winning is not everything but Wanting to win is.  આ પ્રખ્યાત યુક્તિને ચરિતાર્થ કરવાના પ્રયત્નોના ભાગરૂપે તેમજ શાળામાં વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સાચી ખેલભાવના વિકસે, વિદ્યાર્થીઓ  માનસિક અને શારીરિક બંને રીતે તંદુરસ્ત રહે, જીવનમાં જીત અને હાર બંનેને એક સરખી રીતે જોતા શીખે તેવા વિવિધ હેતુઓ સાથે શેઠ આર.જે. જે. હાઈસ્કૂલમાં તારીખ 27 અને 28 ડિસેમ્બરના રોજ શાળાકીય વાર્ષિક રમતોત્સવનું  આયોજન થયું. કબડ્ડી, ખો ખો, રસ્સાખેંચ   જેવી સાંગીક રમતોની સાથે સાથે બેડમિન્ટન, લીંબુ ચમચી કોથળાદોડ જેવી રમતો દ્વારા વિદ્યાર્થીઓને રમતો પ્રત્યે પ્રેરિત કરવાનો પ્રયત્ન થયો. બે દિવસીય આ રમતોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેતા  આ જ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ નવસારીના ખૂબ જાણીતા દંતચિકિત્સકો પૈકીના એક ડો. અંકિત દેસાઈએ શાળાકીય  રમતોત્સવ ખુલ્લો મુકવાની સાથે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં  પોતાના વિદ્યાર્થીકાળ દરમ્યાનના આ શાળાના શાળા સાથે સંકળાયેલા  તેમના ઘણા સંસ્મરણો  વિદ્યાર્થીઓ વચ્ચે રજૂ કર્યા અને પોતાનામાં શિસ્ત,નૈતિકતા, સહનશીલતા  જેવા ઘણા બધા ઉમદા ગુણો આ જ શાળામાંથી મને પ્રાપ્ત થયા છે એવું જણાવ્યું. તેમણે રમતોના સંદર્ભમાં ભારપૂર્વ કહ્યું કે,જેટલી તમે જીતને માણસો તે જ રીતે હારને પણ પચાવશો તો જ તમે જીવનમાં આગળ વધી શકશો. અંતમાં તમામ વિદ્યાર્થીઓ માટે પૌષ્ટિક અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી.ખૂબ જ તંદુરસ્ત અને પ્રફુલિત  વાતાવરણમાં આ વર્ષનો શાળાકીય રમતોત્સવ  પૂર્ણ થયો.


Tuesday, 24 December 2024

તાલુકા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા - 2024

 

તાલુકા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા  - 2024


જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા આયોજિત  તાલુકા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા તારીખ 24/12/24 ને મંગળવાર ના રોજ બાઈ નવાજ બાઈ  ટાટા ઇંગ્લીશ મીડીયમ સ્કુલ નવસારી ખાતે યોજાઇ હતી.  જેમાં શેઠ આર.જે. જે. હાઈસ્કૂલે 15 થી 20 વય જૂથની વિવિધ સ્પર્ધાઓ પૈકી નિબંધ સ્પર્ધામાં 11 સાયન્સની વિદ્યાર્થીની સુરતી આશિયાના મેજરબાને પ્રથમ ક્રમ તથા એકપાત્રીય અભિનય સ્પર્ધામાં પણ 11 સાયન્સની વિદ્યાર્થીની મહેતા રાજવી કિન્નરભાઈ એ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું.આ બંને વિદ્યાર્થીનીઓ  આગામી સમયમાં જિલ્લા કક્ષાએ થનાર સ્પર્ધામાં ભાગ લેશે.  વિશેષ ગૌરવની બાબત તો એ હતી કે, 21 થી 59 વય  જૂથમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ પૈકી એકપાત્રીય અભિનય સ્પર્ધામાં શાળાના આચાર્યશ્રી   અમીષ  ભુપેન્દ્ર મહેતાએ  તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું હતું .  સિદ્ધિ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્યશ્રી અમિષ મહેતા, મેનેજમેન્ટ તથા શાળા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


Monday, 23 December 2024

સ્ટેમ્પ ક્વિઝ 3.0 માં સ્કૂલની સિધ્ધિ

 

સ્ટેમ્પ ક્વિઝ 3.0 માં સ્કૂલની સિધ્ધિ


ગુજરાત કાઉન્સિલ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત ઝોન  કક્ષાની સ્ટેમ્પ ક્વિઝ 3.0 સ્પર્ધા તારીખ 23 /12 /2024 ને સોમવારના રોજ સુરત મુકામે યોજાઇ હતી. જેમાં શેઠ આર.જે. જે. હાઈસ્કૂલના  કુલ સાત વિદ્યાર્થીઓ પ્રિલિમનરી  ટેસ્ટમાં પસંદગી પામ્યા હતા. જે પૈકી નવસારી તાલુકામાંથી બીજા  ક્રમે પસંદગી પામેલ 11 સાયન્સની વિદ્યાર્થીની શ્રેયા ગજ્જર તથા જલાલપોર તાલુકામાંથી પસંદગી પામેલ  ધોરણ 10A નો વિદ્યાર્થી  વઘાસીયા પ્રશિલ  અને ધોરણ  9B નો વિદ્યાર્થી સુખડિયા જય તાલુકા પ્રમાણે ટોપ -4 માં પસંદગી પામ્યા છે. આ વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીઓને  પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અને હવે પછી ઇનામો આપવામાં આવશે. આ તમામ વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ દેખાવ સાથે જિલ્લામાં વિજેતા બની હવે આગામી સમયમાં અમદાવાદ સાયન્સ સીટી મુકામે યોજાનાર ગ્રાન્ડફિનાલે  સ્પર્ધામાં ભાગ લેશે. જે ખરેખર ખૂબ જ ગૌરવની બાબત કહી શકાય. વિજેતા તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્યશ્રી અમિષ મહેતા તથા શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ  અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.અને આગામી સમયમાં યોજાનાર ગ્રાન્ડફિનાલે  સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી .


Thursday, 19 December 2024

સ્વામી વિવેકાનંદ ક્વિઝ સ્પર્ધા

 

સ્વામી વિવેકાનંદ ક્વિઝ સ્પર્ધા



19/12/2024 ને ગુરુવાર ના રોજ એમ. એન. વિદ્યાલય ખડસુપા ખાતે 13મી રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ વિષય ક્વિઝ સ્પર્ધા  યોજાઇ હતી. આ સ્પર્ધામાં  માધ્યમિક વિભાગમાં ધોરણ 10 અ  માં અભ્યાસ કરતો  વિદ્યાર્થી ઝેનીલ હેમંતભાઈ પટેલે  જિલ્લા કક્ષાની સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. આ વિદ્યાર્થી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ મુકામે આયોજિત રાજ્ય કક્ષાના પુરસ્કાર વિતરણ સમારોહમાં પુરસ્કાર પ્રાપ્ત કરશે. તેમને મોમેન્ટો, પ્રશસ્તિ  પત્ર,તથા સ્વામી વિવેકાનંદ પુસ્તકોનો સેટ આપી સન્માનિત કરવામાં આવશે. આ સ્પર્ધામાં  શાળાના 215 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે બદલ શાળાને પુસ્તકોનો સેટ અને સ્મૃતિચિન્હ આપવામાં આવ્યા.


Tuesday, 17 December 2024

પારસી હોસ્પિટલની શૈક્ષણિક મુલાકાત

 

પારસી હોસ્પિટલની શૈક્ષણિક મુલાકાત



તારીખ 17 /12/ 24 ને મંગળવારના રોજ શાળાના 12 સાયન્સના 40 વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકોએ નવસારી ખાતે આવેલી પ્રખ્યાત ડી.એન. મહેતા પારસી સાર્વજનિક હોસ્પિટલની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. હોસ્પિટલના PRO દ્વારા શાળાના વિદ્યાર્થીઓને અને શિક્ષકોને આવકાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ સામાન્ય સમજણ આપ્યા બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ગ્રુપને બે વિભાગમાં વહેંચી હોસ્પિટલના વિવિધ વિભાગો બતાવવામાં આવ્યા. હોસ્પિટલનો OPD વિભાગ, X-RAY લેબ, જનરલ વોર્ડ,સ્પેશિયલ વોર્ડ આઈ.સી.યુ, અને ઓપરેશન થિયેટર ફિઝિયોથેરાપી વિભાગમાં ચાલતી કાર્યવાહીની સમજ ખૂબ જ સુંદર રીતે સમજ આપવામાં આવી હતી.ત્યારબાદ હોસ્પિટલના સોનોગ્રાફી વિભાગમાં સોનોગ્રાફી કેવી રીતે થાય તે પ્રત્યક્ષ વિદ્યાર્થીઓ પર દર્શાવ્યું તેમજ સીટી સ્કેન વિભાગમાં દર્દીઓને આધુનિક 16 Slice સીટી સ્કેન મશીન દ્વારા દર્દીના આંતરિક અવયવની જાણકારી કેવી રીતે મળે તે રેડિયોલોજી વિભાગમાં દર્શાવ્યો હોસ્પિટલના કેસ વિભાગ મેડીક્લેમ વગેરે વિભાગોની જાણકારી તેમજ ઓક્સિજન પ્લાન્ટ સાધનોની જાળવણી પેથોલોજી લેબોરેટરી અને હોસ્પિટલનો બાયો વેસ્ટ નો નિકાલ કઈ રીતે કરાય તેની જાણકારી વિદ્યાર્થીઓને આપવામાં આવી ત્યારબાદ સરસ અલ્પાહાર અને જાણે વ્યવસ્થા કરવામાં આવી સૌ બાળકો હોસ્પિટલના મેનેજમેન્ટનો આભાર માનીએ છૂટા પડ્યા.


Saturday, 30 November 2024

પ્રભુ મહાવીરના જીવન ઉપરની નિબંધ સ્પર્ધામમાં મળેલ સિદ્ધિ

 

પ્રભુ મહાવીરના જીવન ઉપરની નિબંધ સ્પર્ધામમાં મળેલ સિદ્ધિ


પ્રભુ મહાવીરના 2050 માં નિર્માણ વર્ષ નિમિત્તે સમગ્ર ગુજરાતની શાળાઓના વિદ્યાર્થીઓને પ્રભુ મહાવીરના જીવનનો પરિચય કરાવતી રાજ્ય કક્ષાની નિબંધ સ્પર્ધામાં નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાંથી મોકલવામાં આવેલા આશરે 400 થી વધુ નિબંધો માંથી નવસારીની શેઠ આર. જે. જે.હાઈસ્કૂલમાં ધોરણ:9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની યશશ્રી રારાવીકરે લખેલો નિબંધ સમગ્ર જિલ્લામાં શ્રેષ્ઠ નિબંધ તરીકે પસંદગી પામ્યો હતો.તારીખ 30 -11-2024 ના રોજ અમદાવાદ મુકામે યોજાયેલા ભવ્ય ઇનામ વિતરણ સમારંભમાં  શ્રીમદ યોગ તિલક સુરીશ્વરજી  મહારાજશ્રીની પાવન નિશ્રામા અને અમદાવાદના માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનની વિશેષ ઉપસ્થિતિમાં તેમના સમાજશ્રેષ્ઠિઓના  હસ્તે કુમારી યશશ્રીને સુંદર પ્રમાણપત્ર તેમજ રૂપિયા 12,500 નો રોકડ પુરસ્કાર ( ચેક) અને શાળાના આચાર્યશ્રીને ઉત્કૃષ્ટ કામગીરી માટે સુંદર મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા.કુમારી યશશ્રીની આ વિશેષ  સિદ્ધિ માટે શાળાના આચાર્યશ્રી અમિષ મહેતા,  શાળા મેનેજમેન્ટ અને શાળા પરિવાર ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.


Friday, 25 October 2024

જિલ્લા કક્ષા કલા ઉત્સવ 2024- 25

 

જિલ્લા કક્ષા કલા ઉત્સવ 2024- 25


             એન.સી.ઈ.આર.ટી ન્યુ દિલ્હી સમગ્ર શિક્ષા કચરી ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી નવસારી આયોજિત જિલ્લા કક્ષા કલા ઉત્સવ 2024 -25 ની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાની ધોરણ 9A માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રારાવીકર યશશ્રી ગુરુદત્તે થિયેટર ડ્રામા વિભાગમાં એકપાત્રીય અભિનયમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.તેમજ ધોરણ 10 માં અભ્યાસ કરતા માણસોરીયા કશ્યપ પ્રિતેશભાઈએ વાદ્ય સંકેત વિભાગમાં ઢોલક વાદનમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું.રારાવીકર યશશ્રી હવે ઝોન કક્ષામાં ભાગ લેશે.


Wednesday, 23 October 2024

નેશનલ સાયન્સ સેમિનાર

 

નેશનલ સાયન્સ સેમિનાર


નેશનલ સાયન્સ સેમિનાર  સંચાલિત અમદાવાદ સાયન્સ સીટી મુકામે બુધવાર તારીખ 23/ 10/ 2024 ના રોજ યોજાયો હતો. જેમાં શાળાની ધોરણ:9 ની વિદ્યાર્થીની યશશ્રી રારાવીકર એ ભાગ લીધો હતો.આ વિદ્યાર્થીનીએ ખૂબ જ સુંદર પોતાનું વક્તવ્ય PPT મારફતે આપ્યું હતું.શાળાના આચાર્યશ્રી તથા વિજ્ઞાન શિક્ષકોએ ખૂબ જ સારી મહેનતને લીધે વિદ્યાર્થીઓને રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા નસીબદાર બનાવી હતી.


 


Saturday, 5 October 2024

ઝોન કક્ષા યુવા ઉત્સવ -2024

 

ઝોન કક્ષા યુવા ઉત્સવ -2024


રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓની કચેરી દ્વારા તારીખ 4/ 10/ 24 અને 5 /10/ 24 દરમિયાન ઝોન કક્ષા યુવા ઉત્સવ 2024-25 અંકલેશ્વર એફ.ડી. ડી. આઈ ઇન્સ્ટિટયૂટ ખાતે યોજાયો હતો. જેમાં શાળાની ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાહ રેના  પરેશભાઈએ લોકવાર્તા સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. તેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વંશ અનિલભાઈ ટંડેલ એ સર્જનાત્મક કારીગરી ખુલ્લા વિભાગમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. તથા ધોરણ 10 માં અભ્યાસ કરતી હેલી હેમલ ભટ્ટ એકપાત્રીય અભિનયમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું.ઝોન કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર શાહ રેના અને વંશ ટંડેલ  રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.


Wednesday, 25 September 2024

સંકુલ કક્ષાનો કલા ઉત્સવ

 

સંકુલ કક્ષાનો  કલા ઉત્સવ


જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી દ્વારા આયોજિત સંકુલ કક્ષાનો કલાઉત્સવ તારીખ 25/9/2024 ને બુધવારના રોજ આર. કે.જી. સ્વામિનારાયણ હાઈસ્કૂલ ઇટાળવા  નવસારી ખાતે યોજાયો હતો. જેમાં શેઠ આર.જે. જે. હાઈસ્કૂલે "ગરવી ગુજરાત "થીમ આધારિત યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ પૈકી ચિત્ર સ્પર્ધા તથા બાળકવિ સ્પર્ધામાં ભાગ લીધો હતો.  જે પૈકી માધ્યમિક વિભાગમાં ચિત્રકલા સ્પર્ધામાં જેઠવા પરમ ઘનશ્યામકુમારે દ્વિતીય ક્રમાંક , તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં બાળકવિ સ્પર્ધામાં તાઈ ઈસ્માઈલ ઇમરાન પણ દ્વિતીય ક્રમ  પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. આ બંને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન  શાળાની શિક્ષિકાઓ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું . સિદ્ધિ પ્રાપ્ત કરનાર બંને  વિદ્યાર્થીઓને શાળાના આચાર્યશ્રી અમિષ મહેતા, મેનેજમેન્ટ તથા શાળા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


Friday, 20 September 2024

કલા ઉત્સવ - 2024 (QDC)

 

કલા ઉત્સવ - 2024 (QDC)

જી. સી. ઈ. આર. ટી ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી દ્વારા આયોજિત QDC કક્ષાનો કલાઉત્સવ તારીખ 20/9/24 ને શુક્રવારના રોજ શેઠ એચ. સી. પારેખ નવસારી હાઇસ્કુલ નવસારી ખાતે યોજાયો હતો.  કલા ઉત્સવમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ પૈકી માધ્યમિક વિભાગમાં ચિત્રકલા સ્પર્ધામાં જેઠવા પરમ ઘનશ્યામકુમારે પ્રથમ ક્રમાંક , બાળ કવિ સ્પર્ધામાં ભટ્ટ હેલી હેમલે દ્વિતીય ક્રમાંક, સંગીત વાદન સ્પર્ધામાં પોલ ચિરાગ હરીશભાઈએ તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ પૈકી બાળકવિ સ્પર્ધામાં તાઈ ઈસ્માઈલ ઇમરાન પ્રથમ ક્રમ તથા ચિત્રકલા સ્પર્ધામાં મિસ્ત્રી ધાર્મીએ તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું.


Thursday, 19 September 2024

બાળ વિજ્ઞાન-ગણિત પ્રદર્શન

બાળ વિજ્ઞાન-ગણિત પ્રદર્શન




જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લાશિક્ષણ અધિકારીશ્રીની કચેરી નવસારી માર્ગદર્શિત સ્વામી વિવેકાનંદ શાળા વિકાસ સંકુલ -1 સર સી.જે. એન. ઝેડ મદ્રેસા હાઈસ્કૂલ નવસારી દ્વારા આયોજિત ક્યુ.ડી. સી રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન તારીખ 19 /9/ 24 ના રોજ મદ્રેસા હાઈસ્કૂલ નવસારી ખાતે યોજાયું હતું. જેમાં ખોરાક આરોગ્ય અને સ્વચ્છતા વિભાગમાં 'મિલેટ્સ સુપરફુડ' કૃતિ જેઠવા પરમ તથા યશ પરમાર દ્વારા રજૂ કરવામાં આવી હતી. જે કૃતિ એસ.વી.એસ કક્ષાએ પસંદગી પામી હતી . આ ઉપરાંત પણ અન્ય વિભાગોમાં  વિદ્યાર્થીઓએ ખૂબ સારી કૃતિ રજૂ કરી હતી.

    

Saturday, 14 September 2024

જિલ્લા કક્ષા યુવા ઉત્સવ -2024

 જિલ્લા કક્ષા યુવા ઉત્સવ -2024


તારીખ 14/9/2024 ને શનિવાર ના રોજ કમિશનરશ્રી, યુવક સેવા અને  સાંસ્કૃતિક  પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી  આયોજિત જિલ્લા કક્ષાનો  યુવા ઉત્સવ સ્વામિનારાયણ હાઇસ્કૂલ   ખાતે  યોજાયો હતો.  યુવા ઉત્સવમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ પૈકી   'અ' વિભાગમાં યોજાયેલ  એકપાત્રીય અભિનય સ્પર્ધામાં  હેલી ભટ્ટ પ્રથમ ક્રમ  તથા ખુલ્લા વિભાગમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ પૈકી લોકવાર્તા સ્પર્ધામાં રેના શાહ તથા  સર્જનાત્મક કારીગરીમાં વંશ ટંડેલે  પ્રથમક્રમ પ્રાપ્ત કરી શાળાની યશકલગીમા વધારો કર્યો હતો.આગામી સમયમાં યોજાનાર ઝોન કક્ષાની સ્પર્ધામાં આ ત્રણેય વિદ્યાર્થીઓ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

Friday, 6 September 2024

નેશનલ સાયન્સ સેમિનાર (NSS)

 

નેશનલ સાયન્સ સેમિનાર (NSS)


      રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય, ભારત સરકાર આયોજિત અને ગુજરાત કાઉન્સિલ ઓન સાઇન્સ એન્ડ ટેકનોલોજી વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી ગુજરાત સરકાર ગાંધીનગરના સહયોગથી આ વર્ષની નેશનલ સાયન્સ સેમિનારની જિલ્લા કક્ષાની સ્પર્ધા તારીખ 6 /9/ 2024 ના રોજ નવસારીના બી.આર.સી ભવન ખાતે યોજાઇ હતી. આ વર્ષના સેમિનારનો વિષય "કૃત્રિમ બુદ્ધિમતા: સંભવિતતાઓ અને ચિંતાઓ" હતો. આ વિષય પર નવસારી જિલ્લાની જુદી જુદી શાળામાંથી 20 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં  ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની યશશ્રી રરાવિકરે  ખૂબ સુંદર રજૂઆત સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.


Friday, 30 August 2024

તાલુકા કક્ષા યુવા ઉત્સવ -2024

 તાલુકા કક્ષા યુવા ઉત્સવ -2024


    તારીખ 30/8/2024 ના શુક્રવારે ના રોજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા આયોજિત તાલુકા કક્ષાનો  યુવા ઉત્સવ મદ્રેસા હાઈસ્કૂલ ખાતે  યોજાયો હતો.  યુવા ઉત્સવમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ પૈકી   'અ' વિભાગમાં યોજાયેલ 1. એકપાત્રીય અભિનય સ્પર્ધામાં  હેલી ભટ્ટ -પ્રથમ. 2. નિબંધ સ્પર્ધામાં  ખુશ્બુ મિસ્ત્રી- દ્વિતીય.  3. ચિત્રકલા સ્પર્ધામાં ધાર્મિ મિસ્ત્રી -દ્વિતીય. 4. હળવું કંઠ્ય સ્પર્ધામાં રેના શાહ - તૃતીય. તથા ખુલ્લા વિભાગમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ પૈકી 1. લોકવાર્તા સ્પર્ધામાં રેના શાહ -પ્રથમ. 2. સર્જનાત્મક કારીગરીમાં વંશ ટંડેલ - પ્રથમ. 3. ભજન સ્પર્ધામાં શાહ વિદુષી -દ્વિતીય. 4. તબલા સ્પર્ધામાં  ચિરાગ પોલ-  દ્વિતીય. 5. સમૂહ ગીત સ્પર્ધામાં અવની ગજ્જર અને એમની ટીમ - તૃતીય 6.લોકગીત સ્પર્ધામાં- માન્યા રાઠોડ - તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાની યશકલગીમા વધારો કર્યો હતો.

Wednesday, 28 August 2024

IQA સેલ દ્વારા આયોજિત 23 સ્પર્ધાનું આયોજન

 

IQA સેલ દ્વારા આયોજિત 23 સ્પર્ધાનું આયોજન





તારીખ 28/ 8/ 2024 ના બુધવારે એસ. બી. ગારડા કોલેજ  કોલેજ ઓફ આર્ટસ એન્ડ પી..કે. પટેલ કોલેજ ઓફ કોમર્સ નવસારી દ્વારા આઝાદી કા અમૃતમહોત્સવ અંતર્ગત IQA દ્વારા વક્તૃત્વ,  નિબંધ અને ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો." હું તું નહીં પરંતુ આપણે શ્રેષ્ઠ બનવાનો માર્ગ" વિષય ઉપર 11કોમર્સની વિદ્યાર્થીની શેખ ઝેબા એ પોતાનું વક્તવ્ય રજૂ કરી દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. મનુષ્યના જીવન ઘડતરમાં "પુસ્તકોનુ યોગદાન" વિષય ઉપર નિબંધ લખી 11 સાયન્સની વિદ્યાર્થીની મિસ્ત્રી ખુશ્બુએ ઉત્કૃષ્ટ લખાણ લખી નિબંધ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. બંને વિદ્યાર્થીનીઓને રોકડ રકમ તથા સર્ટીફીકેટ તથા ટોકન ગિફ્ટ પ્રાપ્ત કર્યું હતું.  અન્ય ભાગ લેનાર વિદ્યાર્થીઓને પણ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.


Thursday, 1 August 2024

પ્રખરતા શોધ પરીક્ષાનું પરિણામ વર્ષ 2023 -24

 

પ્રખરતા શોધ પરીક્ષાનું પરિણામ વર્ષ 2023 -24



 

          માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા તારીખ 9 ફેબ્રુઆરીના રોજ પ્રખરતા શોધ કસોટી યોજાઈ હતી. રાજ્યના પ્રથમ 1000 વિદ્યાર્થીઓની યાદીમાં શાળાના ચાર વિદ્યાર્થીઓ (1) શાહ હર્ષ. એમ. 99.62 PR. (2) શાહ રૈના.પી. 99.56  PR.(3) ટંડેલ મૈત્ર.એ. 99.29  PR. (4) શાહ જશ.એસ.98.74 PR મેળવી શાળાનું  નામ રોશન કર્યું હતું. આ તમામ વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્કશીટ, ડિમાન્ડ ડ્રાફ્ટ અને સર્ટિફિકેટ પ્રાપ્ત થયા હતા

Tuesday, 30 July 2024

BIS દ્વારા આયોજિત ઔદ્યોગિક મુલાકાત

 

BIS દ્વારા આયોજિત ઔદ્યોગિક મુલાકાત


તારીખ 30 /7 /2024 ના રોજ BIS દ્વારા આયોજિત ઔદ્યોગિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.ખડસુપા  મુકામે આવેલી "sprint Water" જોવા માટે ધોરણ 10 ના 25 વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા હતા. આ કંપનીમાં શુદ્ધ પાણીની નાની મોટી પ્લાસ્ટિકની બોટલો કેવી રીતે બને,તેમાં પાણી કેવી રીતે ભરવામાં આવે,અને તેનું સીલીંગ અને પેકિંગ કઈ રીતે થાય તેવી તમામ માહિતીઓ જુદી-જુદી મશીનરીને જોઈને વિદ્યાર્થીઓએ મેળવી હતી. આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે એક યાદગાર મુલાકાત બની રહી હતી.