નેશનલ સાયન્સ સેમિનાર (NSS)
રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય, ભારત સરકાર આયોજિત અને ગુજરાત કાઉન્સિલ ઓન સાઇન્સ એન્ડ ટેકનોલોજી વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી ગુજરાત સરકાર ગાંધીનગરના સહયોગથી આ વર્ષની નેશનલ સાયન્સ સેમિનારની જિલ્લા કક્ષાની સ્પર્ધા તારીખ 6 /9/ 2024 ના રોજ નવસારીના બી.આર.સી ભવન ખાતે યોજાઇ હતી. આ વર્ષના સેમિનારનો વિષય "કૃત્રિમ બુદ્ધિમતા: સંભવિતતાઓ અને ચિંતાઓ" હતો. આ વિષય પર નવસારી જિલ્લાની જુદી જુદી શાળામાંથી 20 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની યશશ્રી રરાવિકરે ખૂબ સુંદર રજૂઆત સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

No comments:
Post a Comment