જિલ્લા કક્ષા યુવા ઉત્સવ -2024
તારીખ 14/9/2024 ને શનિવાર ના રોજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી આયોજિત જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ સ્વામિનારાયણ હાઇસ્કૂલ ખાતે યોજાયો હતો. યુવા ઉત્સવમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ પૈકી 'અ' વિભાગમાં યોજાયેલ એકપાત્રીય અભિનય સ્પર્ધામાં હેલી ભટ્ટ પ્રથમ ક્રમ તથા ખુલ્લા વિભાગમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ પૈકી લોકવાર્તા સ્પર્ધામાં રેના શાહ તથા સર્જનાત્મક કારીગરીમાં વંશ ટંડેલે પ્રથમક્રમ પ્રાપ્ત કરી શાળાની યશકલગીમા વધારો કર્યો હતો.આગામી સમયમાં યોજાનાર ઝોન કક્ષાની સ્પર્ધામાં આ ત્રણેય વિદ્યાર્થીઓ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

No comments:
Post a Comment