Saturday, 11 January 2025

જિલ્લા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા

જિલ્લા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા




     જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા આયોજિત  જિલ્લા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા તારીખ 11/1/25 અને 12/1/25 ના રોજ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કુલ નવસારી ખાતે યોજાઇ હતી.  જેમાં શેઠ આર.જે. જે. હાઈસ્કૂલે 15 થી 20 વય જૂથની વિવિધ સ્પર્ધાઓ પૈકી નિબંધ સ્પર્ધામાં,સુરતી આશિયાના મેજરબાને પ્રથમ ક્રમ ,એકપાત્રીય અભિનય સ્પર્ધામાં  મહેતા રાજવી કિન્નરભાઈ પ્રથમ ક્રમ,  દુહા છંદ ચોપાઈ સ્પર્ધામાં  ભટ્ટી નિધિએ  પ્રથમ ક્રમ, કાવ્ય લેખન સ્પર્ધામાં તાઈ ઈસ્માઈલ ઈમરાને દ્વિતીય ક્રમ, તથા સર્જનાત્મક કારીગીરીમાં 6 થી 14 વયજૂથમાં ટંડેલ ભવમે દ્વિતીય ક્રમ, 15 થી 20 વયજૂથમાં ભારતી પ્રહસે દ્વિતીય ક્રમ, લોકવાર્તા સ્પર્ધામાં રૂદાણી ત્રિશાએ તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર ત્રણેય વિદ્યાર્થીઓ આગામી સમયમાં યોજાનાર  ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.


No comments:

Post a Comment