TST (પ્રખરતા
શોધ) પરીક્ષા
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 9 ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા તારીખ 3/ 1 /25 ના રોજ TST (પ્રખરતા શોધ) કસોટી યોજાઈ હતી, જેમાં રાજ્યના પ્રથમ 1,000 વિદ્યાર્થીઓની યાદીમાં શાળાના ચાર વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો. રારાવીકર યશશ્રી ગુરુદત્ત 99.85 PR સાથે જિલ્લામાં તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો, જ્યારે ચૌધરી મીત કરમશીભાઈએ 99.58 PR સાથે જિલ્લામાં આઠમો ક્રમ પ્રાપ્ત કર્યો તથા પરમાર યશ જયેશભાઈએ 99.53 PR સાથે જિલ્લામાં 10મો ક્રમ અને ભારતી પ્રહસ સુનિલભાઈએ 98.95 PR સાથે જિલ્લામાં 18મો ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.આ દરેક વિદ્યાર્થીઓને ₹1000 પુરસ્કાર સ્વરૂપે તથા પ્રમાણપત્ર પ્રાપ્ત થયાં હતા.

No comments:
Post a Comment