ટ્રાફિક જાગૃતિ અભિયાન
તારીખ 17
/6 /2025 ના
રોજ ડી.ઈ.ઓ. કચેરી નવસારી પ્રેરિત તથા
આર.ટી.ઓ નવસારી તેમજ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આયોજિત નવસારી ટ્રાફિક જાગૃતિ
અભિયાન- 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની
શરૂઆત પરમાત્માના સ્મરણ કરતા સુંદર શ્લોક સાથે કરવામાં આવી. આચાર્યશ્રી અમિષ મહેતા દ્વારા મહેમાનોનો
શાબ્દિક આવકાર તેમજ પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું. ત્યારબાદ ટ્રાફિક ઇન્સ્પેક્ટર
શ્રી પી. જી. દાવડા સાહેબે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ટ્રાફિક જાગૃતતાને લગતા
તમામ નિયમોની ઉદાહરણ સાથે સમજ આપી.જેમાં જાગૃત નાગરિક તરીકે ટ્રાફિક નિયમોનું પાલન
કેમ જરૂરી છે? તથા નિયમોના ભંગ બદલ દંડની જોગવાઈ વગેરેનો
સમાવેશ થયો. આર.ટી.ઓ. કચેરી નવસારીના ઇન્સ્પેક્ટર ડી.કે. રાદડિયા સાહેબ હળવી
શૈલીમાં ટ્રાફિક નિયમોની સમજ આપી. જેમાં વાહન ચલાવતી વખતે મોબાઇલના ઉપયોગ અને ચાલુ
વાહને કરવામાં આવતા સ્ટંટના ભયસ્થાનોની
સ્પષ્ટ સમજ આપી હતી. આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં
ધોરણ 11 અને 12 ના કુલ 215
વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો. લગભગ 1.15
કલાક સુધી ચાલેલા આ ટ્રાફિક જાગૃતતાના
કાર્યક્રમનું સમાપન શ્રીમતી દિવ્યાબેન પરમારની આભાર વિધિ દ્વારા કરવામાં આવ્યું.

