Monday, 5 May 2025

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ શેઠ આર.જે. જે. હાઈસ્કૂલનું 100 ટકા પરિણામ.

 ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ  શેઠ આર.જે. જે. હાઈસ્કૂલનું 100 ટકા પરિણામ.



            

SHAH JINANG PREYASKUMAR

SHAH DHRUVIL VIMALKUMAR

PATEL AARYAN RAJESHKUMAR

A1

A1

A1

96.43

94.00

90.57



ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 5 /5 /2025 ને સોમવારે જાહેર થયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં નવસારીની શેઠ આર.જે.જે હાઈસ્કૂલનું પરિણામ 100% આવ્યું છે. શાળાના ત્રણ વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં, 19 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં, 26 વિદ્યાર્થીઓ B1 ગ્રેડમાં અને 13 વિદ્યાર્થીઓ B2 ગ્રેડમાં આવ્યા છે. શાળાના કુલ 61 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને આ તમામ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ   થતા શાળાનું પરિણામ 100% આવ્યું છે. શાળાનો વિદ્યાર્થી શાહ જીનાંગ પ્રિયસ કુમારે 96.4 ટકા  સાથે A1ગ્રેડ મેળવી શાળામાં પ્રથમ ક્રમે આવ્યો છે. શાહ ધ્રુવિલ  વિમલકુમાર 94% સાથે A1 ગ્રેડ મેળવી દ્વિતીય ક્રમ તેમજ પટેલ આર્યન રાજેશ કુમારે 90.6% સાથે A1 ગ્રેડ મેળવી શાળામાં તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે.

છેલ્લા બે વર્ષથી સતત A1 ગ્રેડના વિદ્યાર્થીઓ સાથે 100 ટકા પરિણામ લાવવા બદલ શાળાના આચાર્યશ્રી અમિષ મહેતા શાળા મેનેજમેન્ટ તેમજ સમગ્ર શાળા પરિવાર ખૂબ આનંદ તેમજ ગૌરવની લાગણી અનુભવે છે. શાળા મેનેજમેન્ટ તેમજ સમગ્ર શાળા પરિવારે ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે

નવસારીની શેઠ આર.જે. જે. હાઈસ્કૂલનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 90 ટકા પરિણામ.

 

નવસારીની શેઠ આર.જે. જે. હાઈસ્કૂલનું ધોરણ 12   વિજ્ઞાન પ્રવાહનું 

90 ટકા  પરિણામ.


PATEL HEER VIJAYKUMAR

SIDAT MARIYA YUSUF

A1

A2

92

90.57

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સોમવારે જાહેર થયેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 90 ટકા આવ્યું છે. શાળાની એક વિદ્યાર્થીની A1 ગ્રેડમાં, એક વિદ્યાર્થીની A2   ગ્રેડમાં, સાત વિદ્યાર્થીઓ B1 ગ્રેડમાં,  ત્રણ વિદ્યાર્થીઓ  B2 ગ્રેડમાં, આઠ વિદ્યાર્થીઓ C1 ગ્રેડમા અને 12 વિદ્યાર્થીઓ C2 ગ્રેડમાં આવ્યા છે. શાળાના કુલ 40 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી 36 વિદ્યાર્થીઓ ઉતીર્ણ  થતાં શાળાનું પરિણામ 90 ટકા આવ્યું છે. શાળાની વિદ્યાર્થીની પટેલ હીર વિજય કુમારે 92% સાથે A1 ગ્રેડ મેળવી શાળામાં પ્રથમ આવી છે. સિદાત મારિયા યુસુફ 90.57 ટકા સાથે દ્વિતીય ક્રમે આવી છે. શાળાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું સુંદર પરિણામ લાવવા બદલ શાળાના આચાર્યશ્રી અમિષ મહેતા,સમગ્ર શાળા મેનેજમેન્ટ આનંદની લાગણી સાથે ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા છે.