Tuesday, 17 June 2025

ટ્રાફિક જાગૃતિ અભિયાન

 

ટ્રાફિક જાગૃતિ અભિયાન

 

          તારીખ 17 /6 /2025 ના રોજ  ડી.ઈ.ઓ. કચેરી નવસારી પ્રેરિત તથા આર.ટી.ઓ નવસારી તેમજ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આયોજિત નવસારી ટ્રાફિક જાગૃતિ અભિયાન- 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પરમાત્માના સ્મરણ કરતા સુંદર શ્લોક સાથે કરવામાં આવી.  આચાર્યશ્રી અમિષ મહેતા દ્વારા મહેમાનોનો શાબ્દિક આવકાર તેમજ પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું. ત્યારબાદ ટ્રાફિક ઇન્સ્પેક્ટર શ્રી પી. જી. દાવડા સાહેબે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ટ્રાફિક જાગૃતતાને લગતા તમામ નિયમોની ઉદાહરણ સાથે સમજ આપી.જેમાં જાગૃત નાગરિક તરીકે ટ્રાફિક નિયમોનું પાલન કેમ જરૂરી છે? તથા નિયમોના ભંગ બદલ દંડની જોગવાઈ વગેરેનો સમાવેશ થયો. આર.ટી.ઓ. કચેરી નવસારીના ઇન્સ્પેક્ટર ડી.કે. રાદડિયા સાહેબ હળવી શૈલીમાં ટ્રાફિક નિયમોની સમજ આપી. જેમાં વાહન ચલાવતી વખતે મોબાઇલના ઉપયોગ અને ચાલુ વાહને કરવામાં આવતા સ્ટંટના ભયસ્થાનોની  સ્પષ્ટ સમજ આપી હતી. આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં ધોરણ 11 અને 12 ના કુલ 215 વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો. લગભગ 1.15 કલાક સુધી ચાલેલા આ ટ્રાફિક જાગૃતતાના કાર્યક્રમનું સમાપન શ્રીમતી દિવ્યાબેન પરમારની આભાર વિધિ દ્વારા કરવામાં આવ્યું.



Saturday, 14 June 2025

"સંવિધાન હત્યા દિવસ "ની ઉજવણી

 "સંવિધાન હત્યા દિવસ "ની ઉજવણી



જિલ્લા કલેકટર સાહેબના આદેશ અનુસાર 25 જુન 2025 ના દિવસે "સંવિધાન હત્યા દિવસ "ની ઉજવણીના ભાગરૂપે મતિયા પાટીદાર વાડીમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સંવિધાનની મૂળભાવના તેમજ લોકતાંત્રિક મૂલ્યો પ્રતિ જાગરૂપતા ઉત્પન્ન કરવાનો હતો.

           આ કાર્યક્રમમાં ધોરણ 11 કોમર્સના 54 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મતિયા પાટીદાર વાડીમાં ટીવી પર જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ દિવસની ઉજવણીના ઉદ્દેશોથી સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. આજના દિવસનું મહત્વ સમજાવ્યું. 

                ત્યારબાદ મતિયા પાટીદાર વાડી (કોર્ટની પાછળ )થી  સર્કિટ હાઉસ (લુન્સીકૂઈ) સુધી મસાલ તેમજ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.



વિશ્વ રક્તદાતા સન્માન દિવસ તથા રક્ત જૂથ શોધક કાર્લ લેન્ડ સ્ટેઇનરની જન્મ જયંતી

 

વિશ્વ રક્તદાતા સન્માન દિવસ

તથા

રક્ત જૂથ શોધક કાર્લ  લેન્ડ સ્ટેઇનરની જન્મ જયંતી


        ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જુનિયર રેડ ક્રોસ દ્વારા આયોજિત વિશ્વ રક્તદાતા સન્માન દિવસ તથા માનવ રક્ત જૂથ ની શોધ કરનાર વૈજ્ઞાનિક તરીકે ઓળખાતા કાર્લ લેન્ડ સ્ટેઈનરની જન્મ જયંતિ તારીખ 14 જૂનના રોજ ઉજવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી અમિત મહેતા અને સજી જોયના માર્ગદર્શન હેઠળ 12th કોમર્સના 15 વિદ્યાર્થીઓ દ્વારા પેમ્પલેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ રેડક્રોસના કાર્યક્રમમાં માનનીય કેરસી દેબુ સાહેબે (Ex-Vice President, Minstry of Minority Affiars, Delhi) હાજરી આપી હતી. આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય પોતાના અસ્તિત્વના અંશનું દાન કરી માનવ જિંદગી બચાવવા માટે રક્ત દાતાઓને વધારવાનો હતો.