સ્ટેમ્પ ક્વિઝ 3.0
માં સ્કૂલની સિધ્ધિ
ગુજરાત કાઉન્સિલ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત ઝોન કક્ષાની સ્ટેમ્પ ક્વિઝ 3.0 સ્પર્ધા તારીખ 23 /12 /2024 ને સોમવારના રોજ સુરત મુકામે યોજાઇ હતી. જેમાં શેઠ આર.જે. જે. હાઈસ્કૂલના કુલ સાત વિદ્યાર્થીઓ પ્રિલિમનરી ટેસ્ટમાં પસંદગી પામ્યા હતા. જે પૈકી નવસારી તાલુકામાંથી બીજા ક્રમે પસંદગી પામેલ 11 સાયન્સની વિદ્યાર્થીની શ્રેયા ગજ્જર તથા જલાલપોર તાલુકામાંથી પસંદગી પામેલ ધોરણ 10A નો વિદ્યાર્થી વઘાસીયા પ્રશિલ અને ધોરણ 9B નો વિદ્યાર્થી સુખડિયા જય તાલુકા પ્રમાણે ટોપ -4 માં પસંદગી પામ્યા છે. આ વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અને હવે પછી ઇનામો આપવામાં આવશે. આ તમામ વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ દેખાવ સાથે જિલ્લામાં વિજેતા બની હવે આગામી સમયમાં અમદાવાદ સાયન્સ સીટી મુકામે યોજાનાર ગ્રાન્ડફિનાલે સ્પર્ધામાં ભાગ લેશે. જે ખરેખર ખૂબ જ ગૌરવની બાબત કહી શકાય. વિજેતા તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્યશ્રી અમિષ મહેતા તથા શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.અને આગામી સમયમાં યોજાનાર ગ્રાન્ડફિનાલે સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી .

No comments:
Post a Comment