વાર્ષિક રમતોત્સવ
Winning is not everything but Wanting to
win is. આ પ્રખ્યાત યુક્તિને ચરિતાર્થ કરવાના પ્રયત્નોના ભાગરૂપે તેમજ
શાળામાં વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સાચી ખેલભાવના વિકસે, વિદ્યાર્થીઓ
માનસિક અને શારીરિક બંને રીતે તંદુરસ્ત રહે, જીવનમાં જીત અને હાર બંનેને એક સરખી રીતે જોતા
શીખે તેવા વિવિધ હેતુઓ સાથે શેઠ આર.જે. જે. હાઈસ્કૂલમાં તારીખ 27 અને 28 ડિસેમ્બરના રોજ શાળાકીય વાર્ષિક
રમતોત્સવનું આયોજન થયું. કબડ્ડી, ખો ખો, રસ્સાખેંચ
જેવી સાંગીક રમતોની સાથે સાથે બેડમિન્ટન, લીંબુ ચમચી કોથળાદોડ જેવી રમતો દ્વારા
વિદ્યાર્થીઓને રમતો પ્રત્યે પ્રેરિત કરવાનો પ્રયત્ન થયો. બે દિવસીય આ રમતોત્સવના
ઉદ્ઘાટન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેતા આ જ
શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ નવસારીના ખૂબ જાણીતા દંતચિકિત્સકો પૈકીના એક ડો.
અંકિત દેસાઈએ શાળાકીય રમતોત્સવ ખુલ્લો
મુકવાની સાથે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં
પોતાના વિદ્યાર્થીકાળ દરમ્યાનના આ શાળાના શાળા સાથે સંકળાયેલા તેમના ઘણા સંસ્મરણો વિદ્યાર્થીઓ વચ્ચે રજૂ કર્યા અને પોતાનામાં
શિસ્ત,નૈતિકતા, સહનશીલતા
જેવા ઘણા બધા ઉમદા ગુણો આ જ શાળામાંથી મને પ્રાપ્ત થયા છે એવું જણાવ્યું.
તેમણે રમતોના સંદર્ભમાં ભારપૂર્વ કહ્યું કે,જેટલી તમે જીતને માણસો તે જ રીતે હારને પણ
પચાવશો તો જ તમે જીવનમાં આગળ વધી શકશો. અંતમાં તમામ વિદ્યાર્થીઓ માટે પૌષ્ટિક
અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી.ખૂબ જ તંદુરસ્ત અને પ્રફુલિત વાતાવરણમાં આ વર્ષનો શાળાકીય રમતોત્સવ પૂર્ણ થયો.






No comments:
Post a Comment