ઢાઈ અખ્ખર પત્રલેખન સ્પર્ધા
|
|
|
|
|
|
ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા લેવાયેલ ઢાઈ અખ્ખર પત્રલેખન સ્પર્ધામાં
ઇનલેન્ડ લેટર કાર્ડ કેટેગરીમાં બે જુદાજુદા વિભાગમાં પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરી
શાળાની વિશિષ્ટ સિદ્ધિમાં સુવર્ણ મોરપીંછ ઉમેર્યું છે. 18
વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિઓના વિભાગમાં શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના મદદનીશ
શિક્ષિકા દિવ્યા એસ. પરમારે સમગ્ર ગુજરાત સર્કલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
જ્યારે આજ કેટેગરીમાં શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના અંગ્રેજી વિષયના મદદનીશ
શિક્ષિકા સજી જોય ચકકાલિકલે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત 18
વર્ષની ઉંમરની એન્વેલપ કેટેગરીમાં ધોરણ 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વિદ્યા પી.
ઢીમ્મરે સમગ્ર ગુજરાતમાં બીજું સ્થાન અને ખુશ્બુ એન. મિસ્ત્રીએ ત્રીજું સ્થાન
પ્રાપ્ત કરી શાળાની વિશિષ્ટ સિદ્ધિમાં વધારો કર્યો છે. ઉપરની કેટેગરીમાં પ્રથમ
સ્થાને આવનારને પુરસ્કાર સ્વરૂપે 25000
રૂ. બીજા સ્થાને આવનારને 10,000
રૂ.અને ત્રીજા સ્થાને આવનારને 5000 રૂ.
અને પ્રમાણપત્ર પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રાપ્ત થશે.




No comments:
Post a Comment