Saturday, 9 December 2023

કલા મહાકુંભ સ્પર્ધા

 

કલા મહાકુંભ સ્પર્ધા



 

જિલ્લા યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા આયોજિત તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 9/12/23 શનિવારના રોજ મદ્રેસા હાઈસ્કૂલ ખાતે સવારે 9:00 કલાકે યોજાયો હતો. 6 થી 14 અને 15 થી 20 વયજૂથની વિવિધ સ્પર્ધાઓમાં કુલ 25 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વકતૃત્વ સ્પર્ધામાં 10 -A ની વિદ્યાર્થીની ગજ્જર  શ્રેયા,નિબંધ સ્પર્ધામાં 10 -A ની  વિદ્યાર્થીની મિસ્ત્રી ખુશ્બુ  ,એકપાત્રીય અભિનય સ્પર્ધામાં 12  કોમર્સની વિદ્યાર્થીની  પ્રજાપતિ પ્રિયા,ચિત્રકલા સ્પર્ધામાં 9A ની વિદ્યાર્થીની પ્રજાપતિ  રુદ્રા અને 11-sci ની વિદ્યાર્થીની મિસ્ત્રી ધાર્મિ,  સુગમ સ્પર્ધામાં 11 કોમર્સની વિદ્યાર્થીની દેસાઈ મોક્ષા, લગ્નગીત સ્પર્ધામાં  9B ની વિદ્યાર્થીની સૃષ્ટિ પટેલ અને 12 કોમર્સની વિદ્યાર્થીની મુક્તિ કામદાર  , સમૂહગીત સ્પર્ધામાં 11 કોમર્સના વિદ્યાર્થીઓ, લોકગીત સ્પર્ધામાં 9A નો વિદ્યાર્થી વસોયા  આયુષ અને  11 કોમર્સની વિદ્યાર્થીની અવની ગજ્જર ,તબલા સ્પર્ધામાં 9A નો વિદ્યાર્થી  પોલ ચિરાગ, હાર્મોનિયમ સ્પર્ધામાં 12 કોમર્સનો વિદ્યાર્થી  પલ પટેલે  ભાગ લીધો હતો.જે પૈકી  નિબંધસ્પર્ધામાં મિસ્ત્રી ખુશ્બુ નિમેશભાઈએ ખુબ જ સરસ પ્રદર્શન કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો અને જિલ્લા કક્ષાની  સ્પર્ધામાં  ભાગ લેવાની યોગ્યતા પ્રાપ્ત કરી હતી. એકપાત્રીય અભિનય સ્પર્ધામાં પ્રજાપતિ પ્રિયા ઈશ્વરભાઈએ દ્વિતીય ક્રમ, વકતૃત્વ સ્પર્ધામાં ગજ્જર શ્રેયા  અજયકુમારે તૃતીય ક્રમ તથા હાર્મોનિયમ સ્પર્ધામાં પટેલ પલ વિજયભાઈએ તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું હતું. તમામ વિજેતા વિદ્યાર્થીઓને આચાર્યશ્રી તથા સ્ટાફ મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ બપોરે 2:00 વાગ્યે સંપન્ન થયો હતો.

Saturday, 21 October 2023


 માનસિક સ્વાસ્થ્ય પર સોશિયલ મીડિયા અને ટેકનોલોજીની અસર વિષય પર સેમિનાર






           તારીખ 21/ 10/ 2023 ને શનિવારના ના રોજ રોટરી ક્લબ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો વિષય "માનસિક સ્વાસ્થ્ય પર સોશિયલ મીડિયા અને ટેકનોલોજીની અસર"  હતો. આ સેમિનારના વક્તા ડોક્ટર સ્વાતિ  વિનચુરકર  હતા. ડોક્ટર જીગ્નેશ ભગત, રોટરીયન પિંકલબેન તેમજ અન્ય મેમ્બર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યશ્રી અમીષ મહેતાએ વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓને સ્પર્શ  એવો ટોપિક હોવાથી સૌને આ સેમિનારમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું. આ સેમિનારના વક્તા દ્વારા "મેક  ફેક પ્રોફાઈલ મોબાઈલનો મિસયુઝ "સાઇબર બુલિંગથી વધી રહેલા સુસાઇડ કેસો, સોશિયલ મીડિયાથી બરબાદ થતું સ્ટુડન્ટ કેરિયર,  ઓનલાઇન ગેમિંગ ડિસઓર્ડર જેવી સમસ્યાઓ, તેનાથી સ્વાસ્થ્ય પર થતી ઘાતક અસરો, તેના નિરાકરણ માટેના ઉપાયો, સોશિયલ મીડિયા સિક્યુરિટીની આવશ્યકતા ઓનલાઇન ગેમિંગથી કઈ રીતે બચી શકાય તે માટે યુનિવર્સ સાયબર હેલ્પલાઇન નંબર, ચાઈલ્ડ હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરવા અંગે સૂચનો કર્યા. facebook ના બદલે safebook નો ઉપયોગ કરી દરેક વિદ્યાર્થીઓએ સેઈફ  રહેવાની ભલામણ કરવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમ ppt દ્વારા રજુ કરી વિશેષ માર્ગદર્શન વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ અને શિક્ષકશ્રીઓને આપવામાં આવ્યું. ઉપસ્થિત સૌ માટે ખરેખર આ સેમિનાર નાવિન્યપૂર્ણ  રહ્યો. અંતે ડોક્ટર સ્વાતિમેમ,ડોક્ટર જીગ્નેશ ભગત અને તમામ રોટરીઓનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.

Wednesday, 2 August 2023

🪷 કોફી વિથ કલેકટર 🪷

 🪷 કોફી વિથ કલેકટર 🪷



     નવસારી, રમતગમત અને સાંસ્કૃતિક વિભાગની કચેરી, આયોજિત " કોફી વિથ કલેકટર" કાર્યક્રમ તા. 2/8/'23 ને બુધવારે, નવસારી જિલ્લા પંચાયતના સભાખંડમાં સવારે 11:00 કલાકે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળામાં ધો.9 &10  માં ભણતી બે દીકરીઓને, IAS અધિકારી સાહેબશ્રી ઓમકાર શિંદે, અને D.D.O મેડમશ્રી  અરવિંદા મહીસાગર, સાથેની મિટિંગમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહેવાની તક પ્રાપ્ત થઈ હતી. આ બંને દીકરીઓએ મેળવેલ વિશિષ્ટ સિદ્ધિ માટે  શાળાનાં આચાર્યશ્રી અમીશ મહેતા તેમજ શાળા પરિવાર ગર્વની લાગણી અનુભવે છે. આ દીકરીઓએ મેળવેલ સિદ્ધિઓ આ પ્રમાણે હતી....

 🔹 ધો.9- રાઠોડ મિઝલ. એસ. મોલધરા પ્રાથમિક શાળામાં, ધોરણ - 8 ની વાર્ષિક પરીક્ષામાં તાલુકા કક્ષાએ મેરીટમાં તૃતીય નંબર પ્રાપ્ત કરેલ છે.

🌷 મોલધરા પ્રાથમિક શાળામાં ધો. 8 માં આપેલ ' નેશનલ મીન્સ કમ મેરીટ  સ્કોલરશીપ'  (NMMS) પરીક્ષામાં મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે.

🌷 મોલધરા પ્રાથમિક શાળામાં ક્વિઝમાં શાળા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે.

 

🔹 ધો.10  ખુશ્બુ.એન. મિસ્ત્રી.  રાજ્ય કક્ષાએ " કલા મહાકુંભ" સ્પર્ધામાં નિબંધ લેખનમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે.

🌷 " ગુજરાત વિજ્ઞાન સંમેલન (GVS) " અમદાવાદ, આયોજિત સાયન્સ સીટી ખાતે યોજાયેલ નિબંધ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે. 

🌷 સેકન્ડરી સ્કોલરશીપ એજ્યુકેશન ( SSE) એક્ઝામમાં મેરીટમાં ચોથો ક્રમ પ્રાપ્ત કરેલ છે. 

     શાળાની આ બંને દીકરીઓએ મેળવેલ વિશિષ્ટ સિદ્ધિ બદલ, એમને નવસારી જિલ્લાનાં મહાનુભાવો સાથે પ્રત્યક્ષ મૌખિક ચર્ચા- વિચારણા કરવાની તક પ્રાપ્ત થઈ હતી.


Tuesday, 1 August 2023

તાલુકા કક્ષાએ યુવા ઉત્સવમાં શેઠ આર.જે.જે. હાઇસ્કૂલનાં વિદ્યાર્થીઓની સિધ્ધિ

 તાલુકા કક્ષાએ યુવા ઉત્સવમાં 

શેઠ આર.જે.જે. હાઇસ્કૂલનાં વિદ્યાર્થીઓની સિધ્ધિ


       જિલ્લા વિકાસ અધિકારી, અને જિલ્લા રમતગમત કચેરી આયોજિત, નવસારી તાલુકા યુવા ઉત્સવ તારીખ 1/8/'23 ને મંગળવારે મદ્રેસા હાઈસ્કૂલમાં યોજાયા હતો. જેમાં નવસારી અને જલાલપોર તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શેઠ આર.જે.જે. હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલ કલા- કૌશલ્યનું પ્રદર્શન સાથે, તાલુકા કક્ષાએ અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી, શાળાને ગૌરવ અપાવનાર વિદ્યાર્થીઓ... સર્જનાત્મક કામગીરી :: (ખુલ્લો વિભાગ) ટંડેલ.વંશ.એ. પ્રથમ ક્રમ.

 લોક વાર્તા :: (ખુલ્લો વિભાગ) મકવાણા ધ્રુવી.એ. દ્વિતીય ક્રમ.

 નિબંધ સ્પર્ધા : (અ-વિભાગ) પ્રજાપતિ.પ્રિય.આઈ. દ્વિતીય ક્રમ.

 ચિત્રકલા :: (અ વિભાગ) મિસ્ત્રી ધાર્મિ.જી. તૃતીયકમ. 

       આ તમામ વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિ બદલ, શાળાનાં આચાર્યશ્રી, શાળા મેનેજમેન્ટ અને શાળાનાં તમામ શિક્ષક મિત્રોએ, વિદ્યાર્થીઓ અને તેમને વિવિધ સ્પર્ધાની તૈયારી કરાવનાર બહેનોને અભિનંદન સાથે, હવે પછીની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી છે.


Monday, 31 July 2023

શેઠ આર.જે. જે. હાઈસ્કૂલે, 'કલા ઉત્સવ'માં મેળવેલ સિધ્ધિ

  શેઠ આર.જે. જે. હાઈસ્કૂલે,

 'કલા ઉત્સવ'માં મેળવેલ સિધ્ધિ 


    તા.31/7/'23 સોમવારનાં રોજ Q.D.C કક્ષાનાં "કલા ઉત્સવ" નો પ્રારંભ, સર સી.જે.એન.ઝેડ મદ્રેસા હાઈસ્કૂલ, નવસારીમાં થયો હતો. G.C.E.R.T ગાંધીનગર આયોજિત "કલા ઉત્સવ"માં બાળપ્રતિભાને પ્રોત્સાહિત કરવા G-20, 'वसुधैव कुटुम्बकम ' ની થીમ આધારિત સ્પર્ધા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારીનાં માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. જેમાં સફળતા મેળવનાર શાળાનાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનાં વિધાર્થીઓ.... 

 🔹 વાદન :: 

(1) રબારી સિધ્ધરાજ.-(મા.વિ.) ધો.10-A . પ્રથમ ક્રમ 

(2) પટેલ પલ. (ઉ.મા.વિ.) -12.Com. પ્રથમ ક્રમ 

🔹 ગાયન :: 

(3) ગોસ્વામી હાર્દિ. (મા.વિ.) 10-A. દ્વિતીય ક્રમ 

(4) ચાવડા વિભૂતિ.( ઉ.મા.વિ.) 12.Sci.  પ્રથમ ક્રમ 

  🔹 બાળકવિ :: 

(5) ભટ્ટ હેલી. (મા.વિ.) 9-B.  પ્રથમ ક્રમ 

(6) તાઈ ઈસ્માઈલ.(ઉ.મા.વિ) 11.Com. પ્રથમ ક્રમ 

   🔹 ચિત્રકામ :: 

(7) પ્રજાપતિ રુદ્રા.(મા.વિ.) 9- A. દ્વિતીય ક્રમ 

(8) રાઠોડ નીલ. (ઉ.મા.વિ)11.Sci.   

 દ્વિતીય ક્રમ. 

        આ તમામ સ્પર્ધકોએ મેળવેલ 'કલાક્ષેત્રની શ્રેષ્ઠ સિધ્ધિ' માટે વિજેતાઓને શાળાનાં મા.આચાર્યશ્રી, શાળા મેનેજમેન્ટ, અને શાળા પરિવારે, વિધાર્થીમિત્રો, અને માર્ગદર્શક શિક્ષકશ્રીઓને અભિનંદન સાથે હવે પછીની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી છે. 💐🙏🏻


Saturday, 17 June 2023

તા. 17 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીની ઉજવણી નિમિત્તે

🪷 *આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી.🪷* 
    તા. 17 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે D.E.O. મેડમશ્રીનાં આદેશાનુસાર, શાળામાં ધો.9 થી ધો.12 નાં વિધાર્થીઓ માટે નિબંધ, ચિત્રકામ,અને વકતૃત્વ સ્પર્ધાની સાથે શાળામાં આં.રા. યોગ દિનની તૈયારી રૂપે ઉજવણી કરવામાં આવી. જેમાં નવસારીનાં યોગ નિષ્ણાંત ધરતીબેન દેસાઈ અને તેમની શિષ્યા- શાળાની વિધાર્થિની ત્રિશા ઠાકોર ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનાં પ્રારંભમાં, શાળાનાં શિક્ષકશ્રી સાયરસ સરે તેમને શાબ્દિક શબ્દોથી આવકાર્યા, ત્યારબાદ માનનીય આચાર્યશ્રી અમીશ મહેતાએ  "ભારતીય સંસ્કૃતિમાં યોગનું મહત્વ" વિષય પર મનનીય પ્રવચન આપ્યું. ત્યારબાદ  ધરતીબેન દેસાઈ અને શાળાની વિદ્યાર્થીની કુ.ત્રિશા. ઠાકોર દ્વારા યોગ નિદર્શન કરાવવામાં આવ્યું. લોકોમાં યોગ પ્રત્યેની જાગૃતિ વધે તે અંગે ધરતીબેન દેસાઈએ યોગનો ઉદભવ કયારે, કોના દ્વારા, કેવી રીતે કરાવવામાં આવ્યો, તેમજ તેની આવશ્યકતા અંગે સંપૂર્ણ ચિતાર આપવામાં આવ્યો. અંતે વિદ્યાર્થીઓને પણ જુદા જુદા આસનો દ્વારા, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે કેવી રીતે યોગ કરવા જોઈએ. તે અંગેનાં સૂચનો કરવામાં આવ્યા. કાર્યક્રમની સમાપન વિધિ કોકિલા મિસ્ત્રી દ્વારા કરવામાં આવી.

Wednesday, 14 June 2023

વિશ્વ રક્તદાતા સન્માન દિવસ (14-06-2023)

 








ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી,જૂનિયર રેડક્રોસ દ્વારા આયોજિત વિશ્વ રક્તદાતા સન્માન દિવસ તથા માનવ રક્તજૂથની શોધ કરનાર ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક તરીકે ઓળખાતા કાલ લેન્ડ સ્ટેઈનરની જન્મ જયંતિ તારીખ 14 જૂનના રોજ ઉજવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી અમિતમહેતા તથ શિક્ષિકા સજી જોય ના માર્ગદર્શન હેઠળ 11 કોમર્સના 30 વિદ્યાર્થીઓ દ્વારા પેમ્પલેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પેમ્પલેટ વિતરણ કરતી વખતે લોકોને રક્તદાનનું મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં   જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વર્ષા રોગા ઉપસ્થિત રહ્યા હતા. બાળકોએ રક્તદાન અનુરૂપ નારા બોલાવીને રસ્તાને ગુંજતો કર્યો હતો.

Tuesday, 13 June 2023

JCI નવસારી દ્વારા, માસિક ધર્મ સમસ્યા અને જાગૃતતા અભિયાન અંગેનો સેમિનર 13/ 6 /23 ને મંગળવાર









 માસિક ધર્મ સમસ્યા અને જાગૃતતા અભિયાન અંતર્ગત તારીખ 13/ 6 /23 ને મંગળવારના રોજ JCI નવસારી દ્વારા, માસિક ધર્મ જાગૃતતા અંગેનું સેસન યોજવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી અમીશ મહેતા દ્વારા મુખ્ય મહેમાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓને આ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યા હતા. શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની હર્ષા ઘોઘારી અને ડોક્ટર પ્રિયંકા મુલતાનીના  માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓ અને વાલીશ્રીઓના મૂંઝવતા પ્રશ્નોનોનુ નિરાકરણ કરવામાં આવ્યું. વિદ્યાર્થીનીઓ અને વાલીશ્રીઓને આ કાર્યક્રમ દ્વારા જીવનઉપયોગી વિશેષ જાણકારી પ્રાપ્ત થતા સમગ્ર કાર્યક્રમના સંચાલકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.અને શાળાના શિક્ષિકા બેન શ્રીમતી હીના શર્મા  દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું.

Sunday, 11 June 2023

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત "યુવા શાંતિ માર્ચ" કાર્યક્રમ 11-06-2023








 પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત "યુવા શાંતિ માર્ચ" કાર્યક્રમમાં આપણી શાળાના ધોરણ 11 કોમર્સ ના વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષિકા શ્રીમતી રેખાબેન પટેલે તારીખ 11/6/ 2023 ને રવિવારના રોજ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન વખતે સવારે 6:00 વાગે પાણીની બોટલ અને બિસ્કીટ સાથેની બેગ આપવામાં આવેલ હતી.

              કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી તેમજ દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ સેવા કેન્દ્રની બ્રહ્માકુમારી બહેન દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી પ્રવચન આપવામાં આવ્યું હતું, અને એક બહેન દ્વારા સ્વાગત નૃત્ય કરવામાં આવેલ હતું ત્યારબાદ 6:50 કલાકે "પીસ વાક"ની શરૂઆત કળશ સાથે કરવામાં આવેલ હતી. "પીસ વોક" ની શરૂઆત લુન્સીકુઈ મેદાનથી જૂના થાણા થઈને શાંતાદેવી રોડ થી સ્ટેશન થઈને સાંઢકૂવાથી આશાપુરી મંદિર થઈને ટેકનિકલ સ્કૂલ થી લુન્સીકુઈ 8:45 કલાકે પરત આવી વોકની પુર્ણાહુતિ થઈ હતી. 

         "પીસ વોક" પૂર્ણ થયા બાદ સેવા કેન્દ્રની બ્રહ્માકુમારી બહેનો દ્વારા વોકમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને પ્રમાણપત્ર આપવામાં આવેલ હતા, ત્યારબાદ બ્રહ્માકુમારી બહેન દ્વારા આભાર વિધિ કરીને સૌ અલ્પાહાર લઈને છુટા પડ્યા હતા.

Monday, 5 June 2023

5 જૂન, 2023 વૃક્ષારોપણ દિનની ઉજવણી






 5 જૂન, 2023 નો દિન સમગ્ર વિશ્વમાં વૃક્ષારોપણ દિન તરીકે ઉજવાય છે. આ અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના આદેશાનુસાર શાળામાં વૃક્ષારોપણ દિનની ઉજવણી શાળાના માનનીય આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ શાળાના કેમ્પસમાં યોજવામાં આવ્યો હતો.પર્યાવરણની જાળવણીમાં વૃક્ષોનું મહત્વ વિશે વિદ્યાર્થીઓને આચાર્યશ્રી દ્વારા સમજ આપવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને શાળાના સેવક ભાઈઓની મદદથી પર્યાવરણ જાળવણીમાં ઉપયોગી અને આર્યુવેદની દ્રષ્ટિએ મહત્વના એવા અર્જુનસાદડ, બીલી,પારિજાત અશોકા, લીમડો વગેરે જેવા રોપાઓ રોપી વૃક્ષારોપણ કાર્યક્રમ સંપન્ન કરાયો. આ રોપાઓ આચાર્યશ્રી તેમજ શિક્ષકમિત્રો, વિદ્યાર્થીઓ અને સેવક ભાઈઓના સહયોગથી રોપવામાં આવ્યા હતા.

Tuesday, 30 May 2023

STEM QUIZ, નેશનલ ગ્રાન્ડ ફિનાલે- માં પણ શેઠ.આર. જે.જે. હાઈસ્કૂલ (30-05-2023)

  Indias Biggest STEM QUIZ, નેશનલ ગ્રાન્ડ ફિનાલે- માં પણ શેઠ.આર. જે.જે. હાઈસ્કૂલ 💐



   30 મે, 2023- ગુજરાત સાયન્સ સીટી, અમદાવાદ ખાતે " નૅશનલ  લેવલ ગુજરાત સ્ટેમ ક્વીઝ  2.0 " યોજાયો હતો. જેમાં નવસારી શેઠ આર.જે.જે. હાઈસ્કૂલમાં,  ધોરણ-9 માં ભણતી બે દીકરીઓ, શ્રેયા ગજ્જર  અને વિદ્યા ગોસ્વામી એ શાળાનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. 

    નેશનલ ગ્રાન્ડ ફિનાલેમાં સમગ્ર દેશમાંથી કુલ 5,45,764 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું હતું. જેમાંથી કુલ 940 વિદ્યાર્થીઓ "નેશનલ લેવલ ગુજરાત સ્ટેમ ક્વિઝ" માટે  દેશનાં જુદા જુદા રાજ્યોમાંથી સિલેક્ટ થયા હતા. જેમાં શેઠ આર. જે. જે. હાઈસ્કૂલની કુ. શ્રેયા ગજ્જર અને કુ. વિદ્યા ગોસ્વામી, "ઈન્ડિયાઝ બિગેસ્ટ સ્ટેમ ક્વિઝ2.0" માં 'મેગા પ્રીલીયમ્સ '(940 માંથી), અને એમાંથી 100 સ્પર્ધકો સેમી ફાઈનલ રાઉન્ડ માટે વિજેતા જાહેર કરાયા, જેમાં અમારી શાળાની એક દીકરી કુ.શ્રેયા ગજ્જર. સેમી ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચી હતી. કમનસીબે તે સ્ટુડિયો રાઉન્ડથી વંચિત રહી હતી. નેશનલ ગ્રાન્ડ ફિનાલે બિગેસ્ટ સ્ટેમ ક્વિઝ 2.0 માં ક્વિઝ માસ્ટર તરીકે મિ.વિનય મુદલીયારે સેવા આપી હતી. નેશનલ ગ્રાન્ડ ફિનાલેમાં  સેમી ફાઈનલ સુધી ટક્કર ઝીલનાર  કુ. શ્રેયા ગજ્જરને પુરસ્કાર રૂપે "રોબો કીટ" અને સર્ટિફિકેટ પ્રાપ્ત થયા છે. "ઇન્ડિયાઝ બીગેસ્ટ સ્ટેમ ક્વિઝ" માટે  અમદાવાદ જવા-આવવાની સગવડ, નવસારી જિલ્લા સામુદાયિક વિજ્ઞાન કેન્દ્ર, દ્વારા કરવામાં આવી હતી.  વિજ્ઞાન કેન્દ્રનાં સંપૂર્ણ સહકાર થકી જ  વિધાર્થીઓને આ તક સાંપડી હતી. શાળાનાં પ્રિન્સિપલ સરનાં વિજ્ઞાન પ્રત્યેનાં વિશેષ જ્ઞાનનો લાભ બંને દીકરીઓને તેમનાં માર્ગદર્શન થકી પ્રાપ્ત થયો હતો. આ બંને દીકરીઓને "નેશનલ ગ્રાન્ડ ફિનાલે"ની સફર બદલ, આચાર્યશ્રી અમિશ. મહેતા, શાળા મેનેજમેન્ટ અને શાળા પરિવારે, આ બન્નેં દીકરીઓને આજ રીતે ભવિષ્ય માં આવી વિશેષ સિદ્ધિ મેળવી, 

શાળા, માતા-પિતા અને સમાજનું નામ રોશન કરતા રહો, એવી શુભેચ્છા પાઠવી હતી.

Friday, 12 May 2023

STEM QUIZ, (The journey of a new Generation) માં શેઠ આર.જે.જે. હાઇસ્કૂલે, (ગુજ. મીડી.),મેળવેલ અનેરી સિદ્ધિ. (12-05-2023)

 


STEM QUIZ, (The  journey of a new  Generation) માં શેઠ આર.જે.જે. હાઇસ્કૂલે, (ગુજ. મીડી.),મેળવેલ અનેરી સિદ્ધિ. 

       ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આયોજિત STEM QUIZ- 2.0 ઓફલાઈન સ્પર્ધા, સાયન્સ સીટી, અમદાવાદ મુકામે તા. 12/5/'23 ને શુક્રવારે યોજાઇ હતી. આ સ્ટેમ ક્વિઝ સ્પર્ધામાં નવસારી તાલુકાની જુદી જુદી સ્કૂલોનાં વિધાર્થીઓને સાયન્સ સીટી ,અમદાવાદ. આવવા-જવાની સગવડ,એ જિલ્લા સામુદાયિક વિજ્ઞાન કેન્દ્ર, નવસારીએ સેવા પૂરી પાડી હતી.                                          

નવસારી, શેઠ.આર. જે.જે. હાઈસ્કૂલ,  STEM QUIZ 2.0 તાલુકા લેવલે સિલેક્ટ  થયેલ શાળાનાં વિદ્યાર્થીઓ આ પ્રમાણે હતા. 

(1) વંશિકા નરેન્દ્ર ટેલર. 11. Sci 

(2) ઉન્નતિ ધવલકુમાર સોલંકી.10.A 

(3) શ્રેયા જયેશકુમાર ગજ્જર. 9-A.

(4) સૈયદ મશિરા સોયેબઅલી.12 Sci.

(5)  ગોસ્વામી વિદ્યા ભાવેશગીરી. 9-A. 

          જેમાંથી ઉચ્ચ.માધ્ય.  વિભાગની બે વિધાર્થિનીઓ અનિવાર્ય સંજોગોને કારણે આ ઓફલાઇન સ્ટેમ 2.0 ક્વિઝમાં ઉપસ્થિત રહી ન હતી. માધ્યમિક વિભાગની ત્રણ દીકરીઓ  વાલીશ્રીનાં સહકાર થકી  ક્વીઝમાં ઉપસ્થિત થઇ, આ ત્રણે દીકરીઓમાં 

(1) ગજ્જર શ્રેયા.જે. તાલુકામાં પ્રથમ ક્રમ, (ઈનામ- સેમસંગ કંપનીનું ટેબલેટ, સર્ટિફિકેટ)

(2)ગોસ્વામી વિદ્યા.બી. તાલુકામાં ચતુર્થ ક્રમ,(ઈનામ-બાયોસ્કોપ,સર્ટિફિકેટ)

(3)સોલંકી ઉન્નતિ.ડી. તાલુકામાં છઠ્ઠા ક્રમે,(ઈનામ-ડ્રોન કેમેરા, સર્ટિફિકેટ) -

      -સાથે  વિજેતા થતાં, તેમણે, પોતાનાં પરિવાર, શાળા, અને નવસારી શહેરને  રાજ્ય કક્ષાએ વિશેષ સિધ્ધિ અપાવી પોતાનાં સાયન્સ પ્રત્યેનાં અભિગમને  દ્રઢ બનાવ્યો છે. તેમણે મેળવેલ આ સિધ્ધિ બદલ શાળા પરિવાર ગૌરવ અનુભવે છે. આ વિદ્યાર્થિનીઓ હવે પછીથી ટૂંક સમયમાં, નેશનલ લેવલની  ક્વિઝ માટે ઉપસ્થિત રહેશે. શાળાનાં માનનીય આચાર્યશ્રી અમીશ.બી. મહેતા નાં સાયન્ટિફિક એપ્રોચ આ દીકરીઓને આગળ વધવા માટે સતત પ્રોત્સાહિત કરતાં હતા, દીકરીઓની આ સફળતા માટે, મા.આચાર્યશ્રી, શાળા મેનેજમેન્ટ અને સમગ્ર સ્ટાફે આ વિદ્યાર્થિનીઓને અભિનંદન સાથે, નેશનલ લેવલે પ્રશંસનીય દેખાવ સાથે, વિશેષ સિદ્ધિ મેળવે એવા આશિષ પાઠવ્યા છે.

Tuesday, 7 February 2023

🌷 નવસારીની શેઠ આર.જે.જે. હાઈ. (TST) પ્રખરતા શોધ કસોટીમાં ઝળકી .🌷 (7-02-2023)

 🌷 નવસારીની શેઠ આર.જે.જે. હાઈ. (TST) પ્રખરતા શોધ કસોટીમાં ઝળકી .🌷


        7 ફેબ્રુઆરી 2023 નાં રોજ  ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, દ્વારા લેવાયેલ પ્રખરતા શોધ કસોટી(TST) 

માં, શેઠ આર.જે.જે.હાઈસ્કૂલ, નવસારી.નાં વિદ્યાર્થીઓએ પ્રતિનિધિત્વ કરી શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.પ્રખરતા શોધ કસોટી (TST) માં રાજ્યનાં મેરીટમાં સ્થાન મેળવનાર 1000 વિદ્યાર્થીઓના લીસ્ટમાં, શાળાના ચાર વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ રેન્કિંગ સાથે પોતાનું અને શાળાનું નામ રોશન કરી, શાળાની યશકલગીમાં એક નવું પીંછું ઉમેરી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. આ વિદ્યાર્થીઓએ રાજ્યની સાથે નવસારી જિલ્લામાં વિશિષ્ટ સિધ્ધિ મેળવી છે. શાળાને ગૌરવ અપાવનાર  વિદ્યાર્થીઓ  આ પ્રમાણે છે... (1) કાપડિયા ઈશાન.કે. (પર્સન્ટ રેન્ક 99.73)( 2) સોની માધવ. એચ.(પર્સન્ટ રેન્ક 99.13) (3) શેલડિયા હેત. એચ.( પર્સન્ટ રેન્ક 99.03)(4) ગોસ્વામી  હાર્દિ.એસ (પર્સન્ટ રેન્ક 98.40) 

       આ તમામ  વિદ્યાર્થીઓને, આદરણીય આચાર્યશ્રી, શાળા મેનેજમેન્ટ અને શાળા પરિવાર શુભાષિશ પાઠવે છે. આ તમામ વિદ્યાર્થીઓને મા.શિ.બોર્ડની માર્કશીટ, ડિમાન્ડ ડ્રાફ્ટ,અને સર્ટિફિકેટ હવે પછીથી પ્રાપ્ત થશે.

Sunday, 8 January 2023

ઇન્સ્પાયર એવોર્ડ 2022 ની જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે પ્રોજેક્ટ પસંદ થયો

 



ઇન્સ્પાયર એવોર્ડ 2022 ની જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે શાળાના ધોરણ 9 બનાવી વિદ્યાર્થી રાણા જસ બકુલેશ નો પ્રોજેક્ટ પસંદ થયો છે જેનો વિષય વોટર સેવિંગ ટોયલેટ છે આ માટે મોડલ બનાવીને તૈયાર કરવામાં આવેલ છે હવે વિદ્યાર્થી આ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે.


આ ઇન્સ્પાયર એવોર્ડ માટે સરકાર શ્રી તરફથી ₹10,000 રોકડા સ્પર્ધામાં મોડલ બનાવવા માટે શાળાને ફાળવવામાં આવ્યા છે

Saturday, 10 December 2022

SPARKLE - 2022 (10-12-2022)

 SPARKLE - 2022 

BY

UKA TARSADIA UNIVERSITY, BARDOLI

51 STUDENTS VISITED OM 10-12-2022 AND TOOK PART IN VARIOUS COMPETITONS

LIKE TREASURE HUNT, CHESS, QUIZ, DANCE, SONGS ETC.

with Escort Teachers

MR. HOSHANG D. VANDRIWALA

MR. JAYESH T. TAILOR

MRS. REKHA N. PATEL









YASHVI PARMAR

(12-COM)
SOLO DANCE COMPETITION 
STOOD SECOND