સ્વચ્છતા અંગેની શપથ :
તારીખ 18/12/23 ને સોમવારના રોજ શાળામાં તમામ કર્મચારીઓ અને
વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગે શપથ લેવામાં આવેલ હતી.
સ્વચ્છતા અંગેની શપથ :
તારીખ 18/12/23 ને સોમવારના રોજ શાળામાં તમામ કર્મચારીઓ અને
વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગે શપથ લેવામાં આવેલ હતી.
શ્રી હરિ જ્યોત ઓપ્ટીમેટ્રી કોલેજની મુલાકાત
તારીખ 18 /12 /2023 સોમવારના રોજ ધોરણ 12
વિજ્ઞાન પ્રવાહના 51 વિદ્યાર્થીઓ તેમજ બે શિક્ષકોએ રોટરી આઈ
ઇન્સ્ટિટયૂટ નવસારી દ્વારા સંચાલિત શ્રી હરિ જ્યોત ઑપ્ટીમેટ્રી કોલેજની મુલાકાત
લીધી. કોલેજના પ્રાધ્યાપક અને આચાર્યશ્રી ડો.નીરવ મહેતાએ સૌને આવકારી ઓપ્ટીમેટ્રિ
ક્ષેત્રે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ પછી કઈ કઈ તકો રહેલ છે
તે અંગે વિસ્તૃત જાણકારી સ્માર્ટ બોર્ડના મધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને પૂરી પાડી.
ત્યારબાદ
વિદ્યાર્થીઓને પાંચ ગ્રુપમાં વહેંચી હોસ્પિટલના અને કોલેજના જુદા જુદા
ડિપાર્ટમેન્ટમાં થતી કામગીરીથી માહિતગાર કર્યા. આમ બાળકોની કારકિર્દી સંદર્ભે ધોરણ
12 વિજ્ઞાન પ્રવાહ બી ગ્રુપ માટે રોજગારીના અવસરો
અંગેનું અગત્યનું માર્ગદર્શન બાળકોને પૂરું પાડ્યું.
સિગ્નેચર કેમ્પિંગ :
સ્વચ્છ નવસારી, જવાબદારી
હમારી અભિયાન અંતર્ગત સ્વચ્છતા અંગે લોકજાગરૂકતા માટે શાળામાં સિગ્નેચર કેમ્પેઇનની
પ્રવૃત્તિ કરવામાં આવી હતી. તેમજ શાળાની બહાર જિલ્લા ન્યાયાલય , જિલ્લા સેવા સદન , જિલ્લા પંચાયત ભવન , સબજેલ જેવા જાહેર સ્થળોએ વિદ્યાર્થીઓ અને
શિક્ષકો દ્વારા સિગ્નેચર કેમ્પેઇન કરવામાં આવેલ હતી.
સ્વચ્છતા જાગૃતતા અંગે વાલી મીટીંગ :
તારીખ 16/12/2023 ને શનિવારના રોજ સ્વચ્છ નવસારી જવાબદારી અમારી
અભિયાન અંતર્ગત શાળામાં વાલી મીટીંગ નું આયોજન કરવામાં આવેલ હતું , જેમાં આચાર્યશ્રી દ્વારા વાલીશ્રીઓને સ્વચ્છતા
બાબતે જાગૃત કરવામાં આવેલ હતા અને શાળાના સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા આગ્રહ
કરવામાં આવ્યો હતો . વાલીશ્રીઓ દ્વારા પોતાના પ્રતિભાવ આપવામાં આવ્યા હતા .
શાળા પરિસર સફાઈ :
તારીખ 16
/12 /2023 ને
શનિવારના રોજ શાળાના દરેક કર્મચારી અને વિદ્યાર્થીઓ સહુ સાથે મળીને સફાઈ કામગીરી
કરેલ હતી.શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં દરેક વર્ગખંડ લેબ તથા શાળા
પરિસરની સફાઈ કરવામાં આવેલ હતી. આચાર્યશ્રી ની ઓફીસ,કાર્યાલય તેમજ સ્ટાફ રૂમની પણ સફાઈ કરવામાં આવેલ હતી. ત્યારબાદ શાળા
પરિસરની બહાર પણ સફાઈ કરવામાં આવેલ હતી.શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ
વિદ્યાર્થીઓની પણ સફાઈ સમિતિ બનાવવામાં આવેલ છે.
તા. 11/12/'23 સોમવાર.
મા. શિ.સંઘ આયોજિત દેશભકિત ગાન ,નિબંધસ્પર્ધા
નવસારી શહેર માધ્યમિક
શિક્ષક સંઘ આયોજિત દેશભકિત ગાન, અને
ચિત્રકામ સ્પર્ધા, નવસારી નગર પાલિકા હાઈસ્કૂલમાં તા.11/12/'23 ને સોમવારે, 10:30 કલાકે યોજાઇ હતી. આ સ્પર્ધામાં નવસારી શહેરની આઠ જેટલી સ્કૂલનાં
વિધાર્થીઓએ ઉપરોકત સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં શેઠ.આર.જે.જે. હાઈસ્કૂલની ધોરણ
-9 માં ભણતી, શર્મા
યશ્વી રજનીકાંતે નવસારી શહેરનાં અન્ય
સ્પર્ધકોને પાછળ રાખી દેશભકિત ગાન સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી
શાળાને, અને પોતે
અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે. આ સાથે વિજેતા
વિધાર્થિનીને ઈનામ પણ પ્રાપ્ત થયું હતું.આજ સ્પર્ધામાં ધોરણ-10 ની વિધાર્થિની કંસારા આસ્થા તેજસભાઈએ ચિત્રકામ
સ્પર્ધામાં ભાગ લીધો હતો,
પણ તેને વિજેતા બનવાનું સદ્ ભાગ્ય પ્રાપ્ત થયું
ન હતું. આ સ્પર્ધામાં શાળાનાં ઉ.મા.વિ. શિક્ષકશ્રી ઉદયભાઈ આ બન્ને વિધાર્થિની ઓ, સાથે સ્પર્ધાનાં અંત સુધી સાથે રહી સહકાર આપ્યો હતો.
કલા મહાકુંભ સ્પર્ધા
જિલ્લા યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓની કચેરી
નવસારી દ્વારા આયોજિત તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 9/12/23 શનિવારના રોજ મદ્રેસા
હાઈસ્કૂલ ખાતે સવારે 9:00 કલાકે યોજાયો હતો. 6 થી 14 અને 15 થી 20 વયજૂથની વિવિધ
સ્પર્ધાઓમાં કુલ 25 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વકતૃત્વ સ્પર્ધામાં 10 -A ની વિદ્યાર્થીની ગજ્જર શ્રેયા,નિબંધ
સ્પર્ધામાં 10 -A ની
વિદ્યાર્થીની મિસ્ત્રી ખુશ્બુ ,એકપાત્રીય અભિનય સ્પર્ધામાં 12 કોમર્સની વિદ્યાર્થીની પ્રજાપતિ પ્રિયા,ચિત્રકલા સ્પર્ધામાં 9A ની
વિદ્યાર્થીની પ્રજાપતિ રુદ્રા અને 11-sci ની વિદ્યાર્થીની મિસ્ત્રી ધાર્મિ,
સુગમ
સ્પર્ધામાં 11 કોમર્સની વિદ્યાર્થીની દેસાઈ મોક્ષા, લગ્નગીત સ્પર્ધામાં 9B ની વિદ્યાર્થીની સૃષ્ટિ પટેલ અને 12 કોમર્સની
વિદ્યાર્થીની મુક્તિ કામદાર , સમૂહગીત સ્પર્ધામાં 11 કોમર્સના વિદ્યાર્થીઓ, લોકગીત સ્પર્ધામાં 9A નો વિદ્યાર્થી વસોયા આયુષ અને
11 કોમર્સની વિદ્યાર્થીની અવની ગજ્જર ,તબલા
સ્પર્ધામાં 9A નો વિદ્યાર્થી
પોલ ચિરાગ, હાર્મોનિયમ સ્પર્ધામાં 12 કોમર્સનો
વિદ્યાર્થી પલ પટેલે ભાગ લીધો હતો.જે પૈકી નિબંધસ્પર્ધામાં મિસ્ત્રી ખુશ્બુ નિમેશભાઈએ ખુબ
જ સરસ પ્રદર્શન કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો અને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં
ભાગ લેવાની યોગ્યતા પ્રાપ્ત કરી હતી. એકપાત્રીય અભિનય સ્પર્ધામાં પ્રજાપતિ
પ્રિયા ઈશ્વરભાઈએ દ્વિતીય ક્રમ, વકતૃત્વ
સ્પર્ધામાં ગજ્જર શ્રેયા અજયકુમારે તૃતીય
ક્રમ તથા હાર્મોનિયમ સ્પર્ધામાં પટેલ પલ વિજયભાઈએ તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાને
ગૌરવ અપાવ્યું હતું. તમામ વિજેતા વિદ્યાર્થીઓને આચાર્યશ્રી તથા સ્ટાફ મિત્રોએ
અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ બપોરે 2:00 વાગ્યે સંપન્ન થયો હતો.
🪷 કોફી વિથ કલેકટર 🪷
નવસારી, રમતગમત અને સાંસ્કૃતિક વિભાગની કચેરી, આયોજિત " કોફી વિથ કલેકટર" કાર્યક્રમ તા. 2/8/'23 ને બુધવારે, નવસારી જિલ્લા પંચાયતના સભાખંડમાં સવારે 11:00 કલાકે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળામાં ધો.9 &10 માં ભણતી બે દીકરીઓને, IAS અધિકારી સાહેબશ્રી ઓમકાર શિંદે, અને D.D.O મેડમશ્રી અરવિંદા મહીસાગર, સાથેની મિટિંગમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહેવાની તક પ્રાપ્ત થઈ હતી. આ બંને દીકરીઓએ મેળવેલ વિશિષ્ટ સિદ્ધિ માટે શાળાનાં આચાર્યશ્રી અમીશ મહેતા તેમજ શાળા પરિવાર ગર્વની લાગણી અનુભવે છે. આ દીકરીઓએ મેળવેલ સિદ્ધિઓ આ પ્રમાણે હતી....
🔹 ધો.9- રાઠોડ મિઝલ. એસ. મોલધરા પ્રાથમિક શાળામાં, ધોરણ - 8 ની વાર્ષિક પરીક્ષામાં તાલુકા કક્ષાએ મેરીટમાં તૃતીય નંબર પ્રાપ્ત કરેલ છે.
🌷 મોલધરા પ્રાથમિક શાળામાં ધો. 8 માં આપેલ ' નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ' (NMMS) પરીક્ષામાં મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે.
🌷 મોલધરા પ્રાથમિક શાળામાં ક્વિઝમાં શાળા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે.
🔹 ધો.10 ખુશ્બુ.એન. મિસ્ત્રી. રાજ્ય કક્ષાએ " કલા મહાકુંભ" સ્પર્ધામાં નિબંધ લેખનમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે.
🌷 " ગુજરાત વિજ્ઞાન સંમેલન (GVS) " અમદાવાદ, આયોજિત સાયન્સ સીટી ખાતે યોજાયેલ નિબંધ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે.
🌷 સેકન્ડરી સ્કોલરશીપ એજ્યુકેશન ( SSE) એક્ઝામમાં મેરીટમાં ચોથો ક્રમ પ્રાપ્ત કરેલ છે.
શાળાની આ બંને દીકરીઓએ મેળવેલ વિશિષ્ટ સિદ્ધિ બદલ, એમને નવસારી જિલ્લાનાં મહાનુભાવો સાથે પ્રત્યક્ષ મૌખિક ચર્ચા- વિચારણા કરવાની તક પ્રાપ્ત થઈ હતી.
તાલુકા કક્ષાએ યુવા ઉત્સવમાં
શેઠ આર.જે.જે. હાઇસ્કૂલનાં વિદ્યાર્થીઓની સિધ્ધિ
જિલ્લા વિકાસ અધિકારી, અને જિલ્લા રમતગમત કચેરી આયોજિત, નવસારી તાલુકા યુવા ઉત્સવ તારીખ 1/8/'23 ને મંગળવારે મદ્રેસા હાઈસ્કૂલમાં યોજાયા હતો. જેમાં નવસારી અને જલાલપોર તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શેઠ આર.જે.જે. હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલ કલા- કૌશલ્યનું પ્રદર્શન સાથે, તાલુકા કક્ષાએ અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી, શાળાને ગૌરવ અપાવનાર વિદ્યાર્થીઓ... સર્જનાત્મક કામગીરી :: (ખુલ્લો વિભાગ) ટંડેલ.વંશ.એ. પ્રથમ ક્રમ.
લોક વાર્તા :: (ખુલ્લો વિભાગ) મકવાણા ધ્રુવી.એ. દ્વિતીય ક્રમ.
નિબંધ સ્પર્ધા : (અ-વિભાગ) પ્રજાપતિ.પ્રિય.આઈ. દ્વિતીય ક્રમ.
ચિત્રકલા :: (અ વિભાગ) મિસ્ત્રી ધાર્મિ.જી. તૃતીયકમ.
આ તમામ વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિ બદલ, શાળાનાં આચાર્યશ્રી, શાળા મેનેજમેન્ટ અને શાળાનાં તમામ શિક્ષક મિત્રોએ, વિદ્યાર્થીઓ અને તેમને વિવિધ સ્પર્ધાની તૈયારી કરાવનાર બહેનોને અભિનંદન સાથે, હવે પછીની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી છે.
શેઠ આર.જે. જે. હાઈસ્કૂલે,
'કલા ઉત્સવ'માં મેળવેલ સિધ્ધિ
તા.31/7/'23 સોમવારનાં રોજ Q.D.C કક્ષાનાં "કલા ઉત્સવ" નો પ્રારંભ, સર સી.જે.એન.ઝેડ મદ્રેસા હાઈસ્કૂલ, નવસારીમાં થયો હતો. G.C.E.R.T ગાંધીનગર આયોજિત "કલા ઉત્સવ"માં બાળપ્રતિભાને પ્રોત્સાહિત કરવા G-20, 'वसुधैव कुटुम्बकम ' ની થીમ આધારિત સ્પર્ધા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારીનાં માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. જેમાં સફળતા મેળવનાર શાળાનાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનાં વિધાર્થીઓ....
🔹 વાદન ::
(1) રબારી સિધ્ધરાજ.-(મા.વિ.) ધો.10-A . પ્રથમ ક્રમ
(2) પટેલ પલ. (ઉ.મા.વિ.) -12.Com. પ્રથમ ક્રમ
🔹 ગાયન ::
(3) ગોસ્વામી હાર્દિ. (મા.વિ.) 10-A. દ્વિતીય ક્રમ
(4) ચાવડા વિભૂતિ.( ઉ.મા.વિ.) 12.Sci. પ્રથમ ક્રમ
🔹 બાળકવિ ::
(5) ભટ્ટ હેલી. (મા.વિ.) 9-B. પ્રથમ ક્રમ
(6) તાઈ ઈસ્માઈલ.(ઉ.મા.વિ) 11.Com. પ્રથમ ક્રમ
🔹 ચિત્રકામ ::
(7) પ્રજાપતિ રુદ્રા.(મા.વિ.) 9- A. દ્વિતીય ક્રમ
(8) રાઠોડ નીલ. (ઉ.મા.વિ)11.Sci.
દ્વિતીય ક્રમ.
આ તમામ સ્પર્ધકોએ મેળવેલ 'કલાક્ષેત્રની શ્રેષ્ઠ સિધ્ધિ' માટે વિજેતાઓને શાળાનાં મા.આચાર્યશ્રી, શાળા મેનેજમેન્ટ, અને શાળા પરિવારે, વિધાર્થીમિત્રો, અને માર્ગદર્શક શિક્ષકશ્રીઓને અભિનંદન સાથે હવે પછીની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી છે. 💐🙏🏻
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી,જૂનિયર રેડક્રોસ દ્વારા આયોજિત વિશ્વ રક્તદાતા સન્માન દિવસ તથા માનવ રક્તજૂથની શોધ કરનાર ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક તરીકે ઓળખાતા કાલ લેન્ડ સ્ટેઈનરની જન્મ જયંતિ તારીખ 14 જૂનના રોજ ઉજવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી અમિતમહેતા તથ શિક્ષિકા સજી જોય ના માર્ગદર્શન હેઠળ 11 કોમર્સના 30 વિદ્યાર્થીઓ દ્વારા પેમ્પલેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પેમ્પલેટ વિતરણ કરતી વખતે લોકોને રક્તદાનનું મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વર્ષા રોગા ઉપસ્થિત રહ્યા હતા. બાળકોએ રક્તદાન અનુરૂપ નારા બોલાવીને રસ્તાને ગુંજતો કર્યો હતો.